તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:મહેસાણામાં બાઈક ચાલુ ન થતાં તસ્કર બાઇક ખેંચીને લઈ ગયો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધોબીઘાટમાંથી બાઈક લઈ જતો શખ્સ કેમેરામાં કેદ

મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમા સમર્પણ ચોકમાં દુકાનની બહાર પાર્ક થયેલુ બાઇક ચાલુ ના થતા ચોર તેને બિન્દાસ ખેંચીને લઇ ગયાના સીસી ફુટેજ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ લંબાવી છે. સમર્પણ ચોકમાં હનુમાનજીના મંદિરની પાછળ આવેલા કોમ્પલેક્ષની બહાર પાર્ક કરેલા બાઇક પર ગુરૂવારે બપોરે 12.30 વાગ્યે આશરે 24 વર્ષનો યુવાન આવીને સીધો બાઇક પર બેસી ગયો હતો.

દિવસ દરમિયાન અહી લોકોની અવર જવર છતા બિન્દાસ રીતે બાઇકને કીક મારીને ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાઇક ચાલુ ન થતા નીચે ઉતરી બાઇક ખેંચીને લઇ જતો અહી દુકાનમા લગાવેલા સીસી કેમેરામાં ઝડપાયો હતો.આ બનાવની જાણ થતાં તેમણે શહેર એ ડિવિજન પોલીસે સીસી ફૂટેજ મેળવી બાઇક ચોરને શોધવા પ્રયાસો હાથ ધર્યા છેે.

અન્ય સમાચારો પણ છે...