અનોખી રીતે જન્મદિવસની ઉજવણી:મહેસાણામાં બે યુવકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 71 ફૂટ ઉંચુ કટઆઉટ તૈયાર કરી તેમના જન્મદિવસની ઉજવણી કરશે

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના જન્મ દિવસે 171 જોડકાં દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે
  • કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે મહેસાણાના બે યુવકો દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે.

71 ફૂટ ઉંચું અને 28 ફૂટ પહોળું કટઆઉટ તૈયાર કરવામાં આવી રહ્યું છે

મહેસાણાના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71માં જન્મ દિવસ નિમિત્તે તેમનું 71 ફૂટ ઉંચું અને 28 ફૂટ પહોળું કટઆઉટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઉંચા કટઆઉટ ફરતે વડાપ્રધાનના જન્મ દિવસે 171 જોડકાં દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે.

વડાપ્રધાનના કાર્યોથી પ્રેરાઈને સ્વ ખર્ચે આ પ્રકારનું આયોજન કર્યુ

મહેસાણા શહેરની રાજધાની સોસાયટીના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીનું 71 ફૂટ ઉંચું અને 25 ફૂટ પહોળું કટઆઉટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ કટઆઉટ ફરતે 171 જોડકાં ભગવાન શ્રી રામની આરતી ઉતારશે. તેમજ વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે. મહેસાણાના આ બે યુવાનો પિન્ટુ પટેલ અને આલોક રાયે વડાપ્રધાનના કાર્યોથી પ્રેરાઈને પોતાના સ્વ ખર્ચે આ પ્રકારે અનોખા અંદાજમાં જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું છે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં નોંધારા બનેલા પરિવારને આર્થિક મદદ થઈ શકે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવાનું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...