તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણામાં મોબાઇલ એપથી ક્રિકેટસટ્ટો રમતાં ત્રણ ઝડપાયા

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • એ ડિવિજન પોલીસે કસ્બામાં રેડ કરી ભોંયરાવાસ ચોકની લીમડી વિસ્તારમાંથી ક્રિકેટસટ્ટો પકડ્યો

મહેસાણા શહેરના ભોંયરાવાસમાં ચોકની લીમડી વિસ્તારમાં મોબાઇલ એપના આધારે ક્રિકેટસટ્ટો રમતાં 3 સટોડિયાને એ ડિવિજન પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.મહેસાણા એ ડિવિજન પોલીસ સ્ટેશનના એએસઆઇ કિરીટભાઇ ચૌધરી સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે મહેસાણા શહેરના ભોંયરાવાસ ચોકની લીમડી પહોંચ્યા ત્યારે ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ક્રિકેટ સિરીઝમાં દિલ્હી અને નોર્થલેન્ડ વોરિયર્સ વચ્ચેની મેચ પર જોટાણાનો નાગોરી યુનુસ ઇબ્રાહીમભાઇ શહેરના કસ્બામાં ભોંયરાવાસના નાકા પાસે બેસી મોબાઇલ ફોન ઉપર ક્રિકેટસટ્ટાની એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના ઉપર ક્રિકેટ સટ્ટાબેટિંગનો હાર-જીતનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી.

જેને આધારે પોલીસે અહીં રેડ કરી મોબાઇલ અને રોકડ રૂ. 900 મળી કુલ રૂ.5900ના મુદ્દામાલ સાથે હર્ષદભાઇ, લાલભાઇ ઠાકોર, યુનુસ ઇબ્રાહીમ નાગોરીની ધરપકડ કરી તમામ સામે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો