ગટર ઉભરાવાની સમસ્યા:મહેસાણામાં ગંજબજાર પાછળ ગંદકી મુદ્દે મહિલાઓએ સીઓને કહ્યું ઘરમાં ત્રણ વખત સ્પ્રે છાંટવો પડી રહ્યો છે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમિયાનગર સહિત 7 સોસાયટીના રસ્તામાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા

મહેસાણા ગંજ બજાર પાછળ ઉમિયાનગર સહિત સાત સોસાયટીના રસ્તામાં છેલ્લા એક મહિનાથી ગટરની કુંડીઓથી ગંદા પાણી ઉભરાઇને ભરાઇ રહેતાં રહીશોને ગંદા પાણીમાંથી આવનજાવન કરવુ પડી રહ્યું છે. રજૂઆત પછી પણ હલ ન થતાં ગુરુવારે સાંજે સોસાયટીઓની મહિલાઓ નગરપાલિકા દોડી આવી હતી અને કહ્યું કે દુર્ગંધના લીધે દિવસમાં ત્રણ વખત ઘરમાં સ્પ્રે છાંટવો પડે છે. આ અંગે આક્રોશ ચીફઓફીસર સમક્ષ ઢાળવ્યો હતો.જોકે ચીફઓફીસર દ્વારા તાબડતોબ ડ્રેનેજ અને વોટરવર્કસ ટીમને તાત્કાલિક સમસ્યા હલ કરવા સ્થળ ચકાસણીમાં મોકલી હતી.

નગરપાલિકાના ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેનના વોર્ડ નં. 4 વિસ્તારમાં જ આવતાં ગંજ બજાર પાછળ ઉમિયાનગર, ચંદ્રોદય 1 અને 2, કપીલનગર, બિંદુનગર, ચામુંડાનગર અને તોરણ સોસાયટીના રસ્તાની ગટરની કુંડોઓથી પાણી ઉભરાઇને બહાર ફેલાતા હોઇ ગુરુવારે સોસાયટીઓના રહિશોએ રજુઆત કરી હતી.બિંદુનગર સોસાયટીના હિનાબેન દવેએ કહ્યુ કે, આખો દિવસ રસ્તામાં ગંદા પાણીથી લોકોને પસાર થવુ પડે છે.ઘરો સુધી દુગંધ આવતાં રૂમોમાં સ્પ્રે છાંટવો પડે છે.સોસાયટીઓમાં બાળકો બિમાર પડી રહ્યા છે.

તોરણ સોસાયટીના દિનેશભાઇ બારોટે કહ્યુ કે, પીવાનું પાણી આવવાના સમયે ગટરની કુ઼ડીમાંથી પાણી બહાર આવતુ હોઇ પાણી લાઇન લીકેજ હોવાની શક્યતા વ્યકત કરાઇ હતી.જેને પગલે ડ્રેનેજ અને વોટરવર્કસની ટીમને ચીફઓફીસરે જરૂરી વ્યવસ્થા સુચવી સ્થળ પર રવાના કરી હતી.વોટર વર્કસની ટીમ દ્વારા વિસ્તારમાં ઘરોમાં સાંજે આવતા પીવાના પાણીની તપાસ કરતાં ચોખ્ખુ પાણી આવતુ હોવાનોઅનુસંધાન-પેજ-2-પર

અન્ય સમાચારો પણ છે...