મહેસાણા જિલ્લા તોલમાપ વિભાગ હાલના એક્શન મોડ પર છે ત્યારે ગઈકાલે લોખંડના વ્યાપારીઓને ત્યાં દરોડા પાડયા બાદ આજે મહેસાણામા પતંગ વેંચતા વ્યાપારીઓને ત્યાં દરોડા પાડી કાર્યવાહી કરી જેમાં વ્યાપારીઓ ઓછી દોરી અને પતંગ વેચવામાં ગફલા કરતા હોવાનું સામે આવતા તોલમાપ વિભાગે કુલ 1.11 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને મહેસાણા ખાતે પતંગ દોરાની ખરીદી માટે પતંગ રસિયાઓની લાંબી ભીડ જામતી જાય છે. ત્યારે આ પતંગ દોરાની ખરીદીમાં ગ્રાહકો છેતરાય છે કે કેમ? તેની સઘન તપાસ કરવા આજે રાજ્યના તોલમાપ વિભાગના નાયબ નિયંત્રક એન. એમ. રાઠોડની સીધી દેખરેખ હેઠળ મહેસાણા જિલ્લાના તોલમાપ અધિકારી એસ. વી. પટેલ અને તેમના તાબા હેઠળની ટીમો દ્વારા મહેસાણા ખાતે પતંગ દોરાના વિક્રેતાઓને ત્યાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 900 મીટરની દોરીની ફિરકીમાં મીટર દોરી ઓછી માલૂમ પડી હતી.ઉપરોક્ત તપાસમાં મહેસાણા સ્થિત અરીહંત ખાતે તપાસ હાથ ધરતાં 900 મીટર બરેલી દોરીની સીલબંધ ફિરકીમાં દોરીની લંબાઇની તપાસ હાથ ધરતાં કુલ 254 મીટર દોરી ફિરકીમાં ભરેલી જણાયેલ એટલેકે 646 મીટર દોરી ઓછી માલૂમ પડતા વ્યાપારીઓ સામે કાર્યવાહી કરી હતી.આમ વ્યાપારી સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ 2009 ની જોગવાઇઓના ભંગ બદલ પ્રો. કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી જે અન્વયે 15000 દંડ વસુલ કરવામાં આવ્યો હતો
ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વાર પતંગ દોરાના વિક્રેતાઓને ત્યાં તોલમાપ ખાતાના દરોડા
આજ મહેસાણા “શિવમ સુરતી માંજા ઘર- નડીયાદ” ના લેબલ વાળી 250 ગ્રામ દોરીના ફિરકીના સિલબંધ પેકેટો પર ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ કોમોડીટીઝ) રૂલ્સ 2011ના નિયમો મુજબના ફરજિયાત કરવાના થતા નિર્દેશનો કરેલા ન હોવાથી શિવમ સુરતી માજાં ઘર- નડીયાદ ના ઉત્પાદક પેકર સામે કાયદેસર કાર્યવાહી કરી અંદાજે રૂ 1,30,560 ની કિંમત નો મુદ્દામાલ સ્થળ અટકાયત કરેલ જે અંગે આ ઉત્પાદકે પોતાનો ગુનો કબુલ કરી લેતાં આ ઉત્પાદકને રૂ 90,000 ગુના માંડવાળ ફી પેટે વસુલ કરવામાં આવી હતી.
મહેસાણા બી.કે.સિનેમા રોડ ઉપર અન્ય બે પતંગ દોરાના વિક્રેતાઓ ચામુંડા પતંગ ભંડાર તથા પાટીદાર પતંગ ઘર તથા ફુવારા પાસે નવકાર પતંગ ભંડાર ને ત્યાં તપાસ કરતાં આ વિક્રેતાઓ પતંગનું વેચાણ “નંગ” ને બદલે “કોડી” જેવા બિન પ્રમાણભુત એકમ માં કરતાં હોવાનું માલુમ પડતાં આ ત્રણેય એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી રૂ 6000 ગુના માંડવાળ ફી વસુલાત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ 1,11,000 ગુના દંડ પેટે પતંગ દોરાના છ વિક્રેતાઓ દ્વારા વજનમાપ કાયદા નિયમો ના ભંગ સબબ વસુલ કરવામાં આવ્યા હતા.આ દરોડા દરમિયાન પ્રિયંક ચૌધરી, વિકાસ ચૌધરી અને સંજય ચૌધરી નિરિક્ષકોએ કાર્યવાહી કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.