અંધારપટ્ટ:મહેસાણામાં અંડર પાસ તો બની ગયો પણ સ્ટ્રીટલાઇટના ઠેકાણાં નથી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેરી રોડથી વાઇડ એન્ગલ સુધી 4 કિમી રોડ પર અંધારપટ્ટ

મહેસાણાના મોઢેરા અંડર પાસ બન્યો અને હવે રંગરોગાન પૂર્ણતાએ પહોચ્યું છે. પણ છેલ્લા છ મહિનાથી વધુ સમય વિતવા છતાં હજુ આખાયે ડેરી રોડથી વાઇડ એન્ગલ સુધી 4 કિમીના અંતરમાં સ્ટ્રીટલાઇટ નાખવામાં ન આવતાં તંત્રના વાંકે લોકોને રાત્રે અંધારપટ્ટનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ-પાલનપુરનો મુખ્ય હાઇવે માર્ગ મહેસાણા મોઢેરા રોડથી પસાર થતો હોઇ અહીં આખી રાત વાહનોનું આવનજાવન રહે છે. બીજી તરફ આ હાઇવેની બંન્ને તરફ સોસાયટી રહેણાંક વિસ્તાર પણ ફેલાયેલો છે. આવામાં રાત્રે હાઇવે તેમજ બંને સાઇડ સર્વિસ રોડ ઉપર અંધારપટ્ટના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે.વળી ચોમાસામાં ઠેક ઠેકાણે ગટરની કુંડીઓ લેવલ વગરની હોઇ પાણી ભરાઇ રહેતા વાહનચાલકોને પણ સ્લીપ ખાઇ જવાન બનાવો બનતા હોય છે.

આમ છતાં હજુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્ટ્રીટલાઇટ નાંખવામાં ન આવતાં લોકો આ તો કેવો વિકાસ આખો અંડર પાસ તૈયાર થયો પણ રસ્તામાંથી અંધારા ન ઉલેચાયા. સત્વરે સ્ટ્રીટલાઇન ન નંખાતા શહેરીજનોને હાલાકી સર્જાઇ રહી છે. વળી આસપાસ મોટા કોમ્પલેક્ષ અને શોપિંગ, રેસ્ટોરન્ટ આગળ પણ અંધારા રહેતા હોઇ લોકોને મુશ્કેલીઓ છતાં નઘરોળ તંત્ર સ્ટ્રીટલાઇનના અજવાળા પાથરવામાં ઉદાસીન બની રહ્યુ છે.

બીજી તરફ બસસ્ટેશન, મંદિર આ હાઇવે સાઇડ છે અને બસો તેમજ લકઝરીઓ અને સાધનોનો સતત ટ્રાફિક રહેતો હોઇ ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે સત્વરે સરકાર દ્વારા અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે તેવી કોગ્રેસ અંડર પાસ ખુલ્લો મૂકી દેશે તેવી ચિમકી શહેર કોંગ્રેસના ભૌતિક ભટ્ટ,ઘનશ્યામ સોલંકી, જયદિપસિંહ ડાભીએ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...