હવામાન:મહેસાણામાં 24 કલાકમાં ઠંડી 4 ડિગ્રી વધીને 19 થઇ

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે 33 ડિગ્રી રહેતાં ગરમી અનુભવાઇ

ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટાભાગે ઉત્તર- પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો, જ્યારે મહત્તમ તાપમાનમાં પોણા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 4 ડિગ્રી વધીને 19 ડિગ્રી થઇ હતી.

રાત્રીના તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 17.6 થી 19 ડિગ્રી વચ્ચે રહ્યો, જ્યારે દિવસના તાપમાનમાં પોણા ડિગ્રીનો ઘટાડો થતાં તાપમાન 32.8 થી 33.4 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીનો અનુભવ થયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણેક દિવસમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીમાં 4 ડિગ્રી એટલે તાપમાન 13 ડિગ્રી આસપાસ થશે.ઉત્તર ભારતમાં એક વેસ્ટન ડિસ્ટબન્સ સક્રિય થયું છે. જેને લઇ આગામી સપ્તાહમાં પણ ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

મુખ્ય 5 શહેરોમાં ઠંડીની સ્થિતિ

શહેરડિગ્રી
મહેસાણા19
પાટણ18
ડીસા17.6
ઇડર17.8
મોડાસા19
અન્ય સમાચારો પણ છે...