ઠંડીનું જોર યથાવત:મહેસાણામાં ઠંડી દોઢ ડિગ્રી ઘટી 9.9 થઇ, પાલનપુરમાં ઠંડીથી એકનું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.ના 5 શહેરોમાં 11 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે ઠંડીનું જોર યથાવત

ઉત્તર ગુજરાતમાં સોમવારે પ્રતિ કલાકે પવનની ગતિ ઘટીને સરેરાશ 1 કલાકની થઇ હતી. તેમજ હવામાં ભેજનું પ્રમાણ 12% વધીને 70% ને પાર પહોંચ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ વધતાં દિવસ અને રાતના તાપમાનમાં 1 થી 1.5 ડિગ્રી વધતાં મહેસાણામાં ઠંડી 9.9 દોઢ ડિગ્રી નોંધાઇ હતી. માઉન્ટ આબુનું તાપમાન 0.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટણ બાદ પાલનપુરમાં રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ પાસે ઠંડીથી એક વ્યક્તિનું મોત થયું હતું.

ઉત્તર ગુજરાતમાં 5 દિવસ બાદ લઘુત્તમ તાપમાન સામાન્યથી લઇ 1.4 ડિગ્રી સુધી ઉચકાયું હતું. જો કે, રાત્રીનું તાપમાન હજુ 11 ડિગ્રીથી નીચે રહેવાના કારણે મોડી સાંજ થી વહેલી સવાર સુધી કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. બીજી બાજુ દિવસનું તાપમાન પણ દોઢેક ડિગ્રી સુધી વધતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 28 થી 29 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો. જેના કારણે દિવસ દરમિયાન વાતાવરણ હુંફાવળુ રહ્યું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 થી 4 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધી વધી શકે છે. એટલે કે, ઠંડીનો પારો 12 થી 14 ડિગ્રીએ પહોંચતાં કાતિલ ઠંડીથી છુટકારો મળશે. વેધર એક્સપર્ટના મતે, આ સપ્તાહના અંત સુધીમાં ઉત્તર ગુજરાતમાં અંશત: વાદળછાયું વાતાવરણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...