વાવાઝોડું:મહેસાણામાં ગઇકાલે મોડી સાંજે આવેલા વાવાઝોડામાં મોટપ ચોકડી પર આવેલી દુકાનો ના પતરા ઉડ્યા

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવ જેટલી દુકાનોના સેડ ઉડીને રોડ પર ફેલાઈ ગયા
  • એક સ્કૂલના પણ પતરા ઉડીને દૂર ફંગોળાયા

મહેસાણા જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઉકળાટના કારણે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા. એવામાં મોડી સાંજે એકા એક જિલ્લામાં વાતાવરણમાં પલટો અવાથી વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હતો.

મોડી સાંજે વાતાવરણમાં બદલાવ અવાથી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે કેટલાય ગામોમાં નાના મોટા નુકશાનના એક બાદ એક અહેવાલ મળી રહ્યા છે. જેમાં ગઈ કાલે રાત્રે નવ વાગ્યે આવેલા ભારે વાવાઝોડામાં મહેસાણા તાલુકામાં આવેલ મોટપ ચોકડી પર નવ જેટલી દુકાનોના પતરા ઉડીને રોડ પર અને ખેતરોમાં પડેલા જોવા મળ્યા હતા. જેમાં પતરાઓમાં લાગેલા પંખા લાઈટોની ટ્યુબ સહિત વાવાઝોડું પોતાની સાથે નવ દુકાનોના પતરા વાળા સેડ ઉડાડી ગયું હતું. જેમાં દુકાનદારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

મહેસાણાની શંકરપુરા પ્રાથમિક શાળામાં પણ રાત્રે આવેલા વાવાઝોડામાં પતરા ઉડી ગયા હતા. જેમાં ભારે પવન સાથે જિલ્લામાં વરસાસ વરસ્યો હતો સદનસીબે બને સ્થળે ઘટેલી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...