તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:મહેસાણામાં કસ્બાથી ભમ્મરિયા નાળા સુધી ટૂંકમાં રોડ પરનાં દબાણો હટાવાશે

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિટી સર્વે વિભાગે 228 સર્વે નંબરની માપણીસીટ તૈયાર કરતાં માર્ગ મોકળો
 • પાલિકાએ કહ્યું, બે દિવસમાં ફી સિટી સર્વેમાં ભરી દબાણ કાર્યક્રમ નક્કી કરાશે

મહેસાણામાં કસ્બાથી ભમ્મરિયા નાળા તરફ જતા રોડ પરના દબાણો હટાવવાનો માર્ગ મોકળો બન્યો છે. સિટીસર્વે વિભાગ દ્વારા માપણી સીટ તૈયાર કરાતાં હવે લાંબા સમયથી ડીપી રોડ પહોળો કરવા માટેની પ્રક્રિયા આગળ વધી શકે છે. ટીપી શાખાના સૂત્રોએ કહ્યું કે, બે દિવસમાં માપણી સીટની રૂ.54,600 ફી સિટી સર્વેમાં ભરી, ત્યાર પછી દબાણો દૂર કરવાનો કાર્યક્રમ નક્કી કરાશે.

નગરપાલિકાની હદમાં ચોકની લીમડીથી આંબેડકર ચોક તરફ, આંબેડકર ચોકથી મહાકાલી મંદિર તરફ, કસ્બા આંબેડકર ચોકથી ભમ્મરિયા નાળા તરફ જતાં રોડની માપણી કરવા માટે પાલિકાએ માર્ચ 2019માં સિટી સર્વેમાં રૂ.13,800 ફી ભરાઇ હતી. બાદમાં સિટી સર્વેયર દ્વારા સ્થળ પર રોડ રસ્તા પૈકીના સર્વે નંબરોની માપણી કરી છે. જેમાં રસ્તા પૈકી કેટલી જગ્યા દબાણમાં છે તે સ્પષ્ટ થઇ જશે. માપણી સીટ તૈયાર થતાં સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટે પાલિકાને ખૂટતી માપણી ફી રૂ.54,600 ભરપાઇ કરી રોડ રસ્તા પૈકીના દબાણોની માપણી સીટ મેળવી લેવા કહેવાયું છે.

નગરપાલિકાની ટીપી શાખાના સૂત્રોએ કહ્યું કે, ડીપી રોડમાં દબાણો છે, જેમાં રસ્તા પૈકી કેટલી જગ્યા દબાણમાં છે તે સિટી સર્વેની માપણીથી સ્પષ્ટ થઇ જશે. 750 મીટરના અંતરમાં રોડ 12 મીટરનો છે. જેમાં બે દિવસમાં માપણી સીટની ફી ભરી દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરાશે. સ્થળ પર અગાઉ દબાણના ડીમાર્ગેશન કરાયા હતા, જેની ચકાસણી કરી દબાણો દૂર કરાશે. સિટી સર્વેમાં અગાઉ રૂ.13,800 ભર્યા હોઇ ખૂટતી ફી રૂ.54,600 ભરી દઇશું.

ઉલ્લેખનીય છે કે, રસ્તા પૈકી દબાણો નક્કી કરવા પાલિકાએ સિટી સર્વેમાં અરજી કરી હતી. પરંતુ સ્ટાફના અભાવે માપણી સીટ તૈયાર નહીં થતાં પાલિકાએ અનેકવાર સિટી સર્વે, કલેક્ટર અને નાયબ મુખ્યમંત્રી સુધી પત્રો લખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો