તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદભાવ:મહેસાણામાં પોલીસે કોંગ્રેસ ના કાર્યકરો ને કહ્યું અમે ચિઠ્ઠીના ચાકર છીએ, ઘરણા કાર્યક્રમ કરતા પોલીસે અટકાયત કરી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ પરમિશન આપી છતાં પોલીસે 8 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી
  • કાગળ પર પરમિશન આપી વોટ્સએપ પર રદ કરી ત્યારે તંત્ર કોના ઈશારે કરે છે કામ તે મોટો સવાલ

મહેસાણા જિલ્લામાં એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યાં બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પાર્ટીઓ વિવિધ મુદ્દે ધરણા કરવા પર ઉતરી આવી છે. ભાજપે બંગાળમાં થયેલ હિંસા મામલે ઘરણા કર્યા હતા. તો બે દિવસ બાદ કોંગ્રેસે રાજ્યમાં નાગરિકોને કોરોના માટે ઓક્સિજન, બેડ, અને વેન્ટિલેટર સહિતની પૂરતી સુવિધા ઉભી કરવા ઘરણા પર બેસી સરકાર અને તંત્ર સામે માંગણીઓ કરવામાં આવી રહી છે. જોકે ભાજપના ધરણામાં પોલીસ અને તંત્ર મુક સૂત્ર બની ઉભું રહ્યું હતું. ત્યારે કોંગ્રેસે આજે તોરણવાડી માતાના ચોકમાં ઘરણા કરતા મહેસાણા એ.ડિવિઝન પોલીસે ઘરણા પર બેસવા જતા તમામ 8 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી લીધી છે.

તંત્રની બેધારી નીતિથી કોંગ્રેસના યુવા કાર્યકરો નારાજ

મહેસાણામાં ભાજપ ધરણા કરે તો કોઈ કાર્યવાહી નહિ જ્યારે કોંગ્રેસ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્રનો આવી બેધારી નીતિ થી કોંગ્રેસના યુવા કાર્યકરો પોલીસ અને તંત્રને ભાજપના દલાલો હોવાનું કહી રહ્યાં છે. આજે જ્યારે કોંગ્રેસ ગુજરાતની તાતી જરૂરિયાતો પૂરી કરવા સરકાર અને તંત્રને રજુઆત કરી રહી છે.

રાત્રે કોઈને ખ્યાલ ન આવે એ રીતે વોટ્સએપ કરી મંજૂરી રદ કરી

છતાંય તંત્ર અને સરકાર પ્રજાને સુવિધા પહોંચાડવામાં નિષ્ફળ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર અને સરકાર સામે આ મામલે ધ્યાન દોરવું મહેસાણામાં કોંગ્રેસને ભારે પડ્યું છે. કોંગ્રેસ દ્વારા આ ઘરણા માટે મંજૂરી માંગવામાં આવી હતી. ત્યારે તંત્રએ મંજૂરી અપાયા બાદ રાત્રે કોઈને ખ્યાલ ન આવે એ રીતે વોટ્સએપ કરી મંજૂરી બંધ કરી હતી. ત્યારે કોંગ્રેસ સભ્યોએ સવારે ઘરણા કરતા પોલીસે અટકાયત કરી હતી. ત્યારે પોલીસે કાર્યવાહી સામે લીગલ સેલની મદદ લઇ મહેસાણા યુથ કોંગ્રેસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવનારી છે.

અન્ય સમાચારો પણ છે...