તોડબાજ ટોળકી:લ્યો....દારૂ ભરેલી ટ્રકને જવા દેવા મહેસાણામાં પોલીસે જ બે પેટી દારૂ પડાવી તોડબાજી કરી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકને આખી રાત ફેરવી રાજસ્થાન ફોન કરી બુટલેગર પાસે પૈસા માંગ્યાની ચર્ચા

નંદાસણ નજીક ચંદરડા પાટિયા પાસે મહેસાણા પેરોલ ફ્લો ટીમે બે દિવસ અગાઉ એક દારૂ ભરેલી મીની ટ્રક ઝડપી પાડી હતી. જોકે, બીજા દિવસે આ મામલે એક અલગ જ હકીકત સામે આવી છે. જેમાં દારૂ ભરેલી આ ટ્રક મહેસાણા ફતેપુરા સર્કલ પાસેથી પસાર થઈ હતી. એ દરમિયાન એક કોન્સ્ટેબલ, બે રિટાયર્ડ TRB જવાન, બે રીટાયર્ડ GRDએ આ ટ્રક ઝડપી હતી અને ટ્રકને જવા દેવા માટે બુટલેગરનું અપહરણ કરીને પૈસા પડાવવા મારમારી કરી હતી અને ટ્રક માંથી દારૂની બે પેટી પડાવી ટ્રક જવા દિધી હતી. જે બાદ આ ટ્રક નંદાસણ પાસે પેરોલ ફ્લો ટીમે ઝડપી હતી. બાદમાં ઝડપાયેલા આરોપીએ મહેસાણામાં સસ્પેન્ડ પોલીસ કર્મીઓની ટોળકી સામે લૂંટ અંગે ફરિયાદ દાખલ કરાવતા ખરભળાટ મચી ગયો છે.

મહેસાણા પેરોલ ફ્લોની ટીમે બાતમીને આધારે નંદાસણ ચાંદરડા પાસે દારૂ ભરેલી મીની ટ્રક ઝડપી એ પહેલા આ ટ્રક મહેસાણા ફતેપુરા સર્કલ પર એક કોન્સ્ટેબલ, બે રિટાયર્ડ TRB, બે રિટાયર્ડ GRD જવાને રૂપિયા 16.56 લાખની વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી હતી. જોકે, ટ્રકને જવા દેવા માટે આ તોડબળ ટોળકીએ જયપુર જિલ્લાના આમેર તાલુકાના બુટલેગરનું અપહરણ કરી મારમારી પૈસા પડાવવા ધાકધમકી આપી હતી. ત્યારે આ સમગ્ર મામલે આ તોડબાજ ટોળકીએ બે પેટી દારૂ ટ્રક માંથી પડાવી લીધા બાદ ટ્રક જવા દીધી હતી અને બાદમાં આ ટ્રકને મહેસાણા પેરોલ ફ્લોના માણસોએ નંદાસણ પાસે પકડી હતી.

પાંચ પોલીસ કર્મી સામે ફરિયાદઆ સમગ્ર મામલે ઝડપાયેલા આરોપીએ બાદમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં મહેસાણાના સસ્પેન્ડ તોડબળ પોલીસ કર્મીની ટોળકી સામે ફરિયાદ દખાલ કરાવી છે. જેમાં પાંચના નામ સામે આવતા ખરભળાટ મચ્યો છે. સંજય કુમાર પ્રતાપ ભાઈ ચૌધરી, ફિરદોષ રફીક ભાઈ, આકાશજી મહેન્દ્ર જી વાઘેલા, પ્રવીણ ભાઈ ભરત ભાઈ રાવળ અને સતીષ કુમાર હરગોવન ભાઈ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નંદાસણ પાસે ઝડપાયેલા મીની ટ્રકમાંથી પકડાયેલા 16 લાખના દારૂ મામલે હવે મહેસાણામાં રિટાયર્ડ પોલીસ કર્મી સામે ટ્રક જવા દેવા અને બે પેટીઓ લૂંટ કરવા મામલે પાંચ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હાલમાં જે આરોપીઓના નામ સામે આવ્યા છે એ ટોળકીએ અગાઉ કેટલી દારૂ ભરેલી ટ્રકો અને અન્ય વસ્તુઓ આમ તોડબાજી કરી પસાર થવા દીધી હશે એ પણ એક તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...