તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહેસાણામાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિના જુગારધામ પર પોલીસ ત્રાટકી

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એ ડિવિઝન પોલીસે કસ્બાના પંખીયાવાસમાં અયુબ ઉર્ફે જવાનના ઘરમાંથી જુગાર રમતા 9 જણાને રૂ.62,880ની મત્તા સાથે ઝડપ્યા

મહેસાણાના કસ્બા પંખીયાવાસમાં લિસ્ટેડ જુગાર બુટલેગર બેલીમ અયુબ ઉર્ફે જવાન અશરફભાઇના ઘરમાં જુગાર રમાતો હોવાની બાતમીને પગલે એ ડિવિઝન પોલીસે શનિવારે રેડ કરી 9 શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂ.51,380 રોકડ, રૂ.1500ના 5 મોબાઇલ સહિત કુલ રૂ.62,880નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે જુગારનો અખાડો ચલાવતો બેલીમ અયુબ ઉર્ફે જવાન અશરફભાઇને વોન્ટેડ જાહેર કરી 10 શખ્સો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, અયુબની પત્ની પૂર્વ કોર્પોરેટર હતી.

એક મહિલા પણ જુગાર રમતાં પકડાઇ
રિઝવાન અયુબભાઇ બેલીમ (મહેસાણા કસ્બા પંખીયાવાસ)
હિતેશ બટુકભાઇ રામાનુજ (રહે. અમદાવાદ, વસ્ત્રાલ રોડ)
દિગ્ગીસ રમેશચંદ્ર ભટ્ટ (અમદાવાદ ઘોડાસર શીવાલય ફ્લેટ)
યશવંત કૈલાશભાઇ બાવા (રહે. ગાંભુ, તા.બહુચરાજી)
ઇશાકમહંમદ રૂસ્તમમીયા (મહેસાણા કસ્બા પંખીયાવાસ)
મહેશ જયંતીલાલ મોદી (રહે. માણસા, વિજયટાવર)
મહમદઅલ્તાફ ગુલામનબી બેલીમ (રહે.મહેસાણા, કસ્બા)
ઇમરાન ઉર્ફે મોહસીન નંદાસન મલેક (રહે. મહેસાણા કસ્બા)
અફસાનાબાનુ સલીમભાઇ ચૌહાણ (રહે. મહેસાણા કસ્બા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો