અટકાયત:મહેસાણામાં ભારતીય કિસાન સંઘ ધારણા કરવા બેસે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો પોતાની માંગોના મુદ્દે આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા
  • મંજૂરી વિના ધારણા કરતા ખેડૂતોની અટકાયત કરાઇ

મહેસાણામાં આજે પોતાની માંગો મામલે જિલ્લાના ખેડૂતો રજૂઆત કરવા માટે જિલ્લા પંચાયત આવી પહોંચ્યા હતા, જ્યાં પરવાનગી વગર ખેડૂતો એકત્રિત થતાં ધારણા કરવા બેસે એ પહેલાં જ પોલીસે તમામ ખેડૂતોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

ભારતીય કિસાન સંઘના મહેસાણા જિલ્લાના ખેડુતો દ્વારા આજે પોતાની માંગોને લઈને રજુઆત કરવા આવ્યા હતા. અગાઉ ખેડૂતોએ પોતાના પ્રશ્ન અવાર નવાર લેખિત અને મૌખિક રીતે તંત્ર ને રજુઆત કરી હતી. લાંબા સમય બાદ પ્રશ્નોના કોઈ નિકાલ ના આવતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટતા આજે ધારણ કરવામાં આવ્યા હતા.

ખેત પેદાસના પડતર કિંમતના આધારે પોષણ ક્ષમ ભાવને બંધારણીય કાયદો બનાવો, જમીનના રી સર્વના ક્ષેત્રફળ અને નામની અસંખ્ય ભૂલ દૂર કરવી, સિંચાઈ દર અને સમાન વિજદર સક્ષમ કરો, એરંડા અને ખેત મજૂરને રૂ 10 હજાર માસિક પેંશન બેન ખાતામાં જમા કરવો. આમ કુલ 8 મુદ્દાઓને લઈને ખેડૂતોએ આજે ધારણ કર્યા હતા. જોકે, મંજૂરી વિના ધારણ કરવા બેસતા પોલીસે ત્યાંથી અટકાયત કરી મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે લવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂતોએ સરકાર સામે સુત્રોચાર કર્યા હતા.

કિસાન સંઘ ઉત્તર ગુજરાત ઉપાધ્યક્ષ આર એલ પટેલે ભાસ્કરને જણાવ્યું હતું કે, આજે તમામ જિલ્લામાં કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં ધારણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપવાનો હતો. ગુજરાતની અંદર બીજા ચાર મુદ્દા ઉમેરવામાં આવ્યા છે. જેમાં એમ.એસ.પીના સાથે સાથે અમારું રી સર્વે જે થયું છે. એ સદંતર ખોટું થયું છે અને તેની અંદર મહેસાણા જિલ્લાની 56 હજાર અરજીઓ છે પણ વાલા દવાલાની નીતિથી એટલો બધો ભ્રષ્ટાચાર ચાલે છે કે જે પૈસા આપે એનું કામ થાય.

વધુમાં જણાવ્યું કે, ભારતીય કિસાન સંઘ હમેશા સરકાર સાથે રહેલો છે અને સાત આંદોલન કાઢી ગાંધી ચીંધ્યા માર્ગે કોઈ તોડફોડ કરવા કે ઉગ્રતા કરવામાં આ સંઘ માનતો નથી અમારે ફક્ત આવેદનપત્ર આપવાનું હતું. ત્યારબાદ થોડા સમય માટે શાંતીથી બેસવાનું હતું. તેમ છતાં આ સરકારની નીતિના કારણે ધરપકડ કરી અમારા કાર્યક્રમની અંદર વિઘ્ન નાખવામાં આવ્યું છે. એટલે ગુજરાત સરકારના સામે પણ રણસિંધુ ફૂંકવું પડશે તો પણ તૈયાર છીએ.

ખેડૂતોની આ 9 પ્રશ્નોને લઇ લડત
1. ખેતપેદાશની પડતર કિંમતના આધારે પોષણક્ષમ ભાવને બંધારણીય કાયદો બનાવો.
2. જમીનના રિસર્વેમાં ભૂલો સત્વરે દૂર કરો.
3. પંજાબની માફક સિંચાઈ દર અને વીજદર સમાન રાખો.
4. એરંડાના ટેકાના ભાવ સત્વરે જાહેર કરો.
5. ખેડૂત ખેતમજૂરને રૂ.10 હજાર માસિક પેન્શન આપો.
6. સુજલામ સુફલામ યોજનાથી તળાવો ભરો.
7. ધરોઈના પિયત વિસ્તારમાં સતલાસણા અને ખેરાલુ તાલુકાના ગામોનો સમાવેશ કરો.
8. સતલાસણાના વરસંગ તળાવને ભરી ઓવરફ્લો દ્વારા રૂપેણ નદી જીવંત કરો.
9. વાવેતરના એક મહિના અગાઉ તમામ ખેતપેદાશના ટેકાના ભાવ જાહેર કરો.

અન્ય સમાચારો પણ છે...