તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણામાં પાલિકા ચોમાસા પહેલાં 400 સફાઇ કામદારોને રેઇનકોટ આપશે

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં સફાઇ કામદારો તેમજ પ્લાસ્ટીક કચરો વીણતાં રેક પિકર્સ કામદારોને ચોમાસા દરમિયાન સફાઇમાં ઇન્ફેકશન ન લાગે અને આરોગ્ય જળવાઇ રહે તે માટે આ તમામ કામદારોને રેઇનકોટ આપવાનું નગરપાલિકાએ આયોજન કર્યુ છે. જેમાં 400 સફાઇ કામદારોને રેઇનકોટ અને રેક પિકર્સને ગબબુટ સાથે સેફ્ટીકીટ પાછળ પાલિકા રૂ. 2.74 લાખ ખર્ચ કરશે.

નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, ચોમાસુ નજીક છે,હવે એક અઠવાડિયામાં સફાઇ કામદારોને રેઇનકોટ આપવાનું આયોજન કરાયુ છે. ચોમાસામાં વરસાદમાં સફાઇનું કામકાજ કરતાં કાયમી સફાઇ કામદારો ઉપરાંત હવે રોજમદાર 400 થી વધુ કામદારોએ ચોમાસા પહેલા રેઇનકોટ અપાશે,પ્રતિ રેઇનકોટ રૂ. 475ની કિંમતનો ખરીદ કરાશે.

જ્યારે શહેરમાં તેમજ ડમ્પિંગ સાઇટે એકત્ર થતા કચરામાંથી પ્લાસ્ટીક વીણી અલગ કરતાં અને ભંગારમાં વેચાણ કરી ગુજરાન ચલાવતાં 40 જેટલા રેક પીકર્સ કામદારો છે. જેમનું આરોગ્ય જળવાઇ રહે તે માટે તેમને એપ્રોન, ગબબુટ, ટી-શર્ટ, કેપટોન, હેન્ડગ્લવ્ઝ, સેનેટાઇઝર,સાબુ સહિતની સેફ્ટી કીટ અપાશે. આ કામદારોને રૂ. 2100ના ખર્ચમાં કીટ તૈયાર કરીને વિતરણ કરાશે. પ્રમુખ વર્ષાબેન પટેલ અને સેનેટરી ચેરમેન વર્ષાબેન પટેલે કહ્યુ કે, કામદારોને ચોમાસામાં કામગીરી દરમ્યાન તેમને તકલીફ ન પડે એટલે રેઇનકોટ આપવાનું આયોજન કરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...