રિયાલિટી ચેક:મહેસાણામાં પાલિકાએ 'પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો' અંગે રેલી યોજી ફોટો સેશન કર્યું, બીજી બાજુ શહેરમાં સ્વચ્છતા નામે મીંડુ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના રિયાલિટી ચેકમાં ઠેરઠેર કચરાના ઢગ જોવા મળ્યા
  • પાલિકાએ જ્યાં રેલી યોજી ત્યાં જ સ્વચ્છતા જાળવવામાં આવી

મહેસાણામાં આજે આઝાદી કા અમૃત મહોત્સવ અને ગાંધી જયંતિના દિવસે 'પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો' અંતર્ગત પાલિકા દ્વારા રેલી તો યોજવામાં આવી પરંતુ જ્યાં રેલી યોજી ત્યાં જ સ્વચ્છતા જાળવવામાં આવી બાકી શહેરના કેટલાક વિસ્તારોમાં કચરાના ઢગ ઠેરઠેર જોવા મળ્યા હતા.

આજે મહેસાણા શહેરમાં ગાંધી કોપ્લેક્સ સામે પાલિકાએ આઝાદી કા અમૃત મહોત્સવ અને ગાંધી જયંતિના દિવસે મહેસાણા પાલિકાએ રાજ મહેલ રોડ પર આઝાદી કા અમૃત મહોત્સવ અને ગાંધી જયંતિના દિવસે પાલિકા દ્વારા પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો જાગૃતિ માટે રેલી યોજી હતી. જેમાં મહેસાણા પાલિકા પ્રમુખ વર્ષા બેન પટેલ ,ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તેમજ પાલિકાના સત્તાધિશો ઉપસ્થિત રહી રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

ભાસ્કરના રિયાલિટી ચેકમાં જ્યાં રેલી યોજાઈ ત્યાંજ દવાનો છટકાવ અને સ્વચ્છતા જાળવી પાલિકાએ માત્ર ફોટો સેશન કરાવ્યું હતું. જોકે, વાસ્તવિકમાં શહેરમાં અનેક જગ્યાઓ પર કચરાના ઢગ રિયાલિટી ચેકમાં જોવા મળ્યા હતા. તેમજ ઢગમા પ્લાસ્ટિકની થેલીઓ પણ જોવા મળી હતી.

ભાસ્કરના રિયાલિટી ચેક દરમિયાન સોમનાથ રોડથી વિસનગર લિંક રોડ પર કચરાના ઢગ જોવા મળ્યા હતા. તેમજ હિરાનગર વિસ્તાર, સાંઈબાબા વિસ્તારમાં કચરાના ઢગ ઠેરઠેર જોવા મળતા લાગી રહ્યું છે, પાલિકાએ માત્ર લીલીઝંડી આપી ફોટો સેશન કરાવ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...