હવામાન:મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 2 ડિગ્રી વધી, ગરમી 1 ડિગ્રી ઘટી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

48 કલાક બાદ મંગળવારે ઉત્તર ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 3 કિલોમીટરની ઝડપે ઉત્તર- પૂર્વિય દિશાનો પવન ફૂંકાતાં હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા સુધી ઘટ્યું હતું. જેના કારણે ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં મહત્તમ તાપમાન 34.5 થી 35.6 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. બીજી બાજુ રાત્રીના તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો આવતાં વાતાવરણ ફરી એકવાર ઠંડુગાર બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે પણ લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા હોઇ ઠંડીનો ચમકારો વધશે.

ઉ.ગુજરાતમાં ઠંડીનો પારો
શહેરઠંડી (ડિગ્રી)
મહેસાણા21.5 (-2.1)
પાટણ19.9 (-1.8)
ડીસા19.9 (-1.4)
ઇડર20.0 (-2.1)
મોડાસા21.6 (-1.5)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...