મહેસાણા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બુધવારે 21 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પહોંચ્યા હતા. તો કોરોનાના નવા 10 કેસ આવ્યા હતા. જેમાં મહેસાણામાં 4, વિસનગર-ઊંઝામાં 2-2 તેમજ કડી અને વિજાપુરમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. દર્દીઓના સંપર્કમા આવેલા પરિવારજનો સહિત 325થી વધુને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે. નવા કેસમાં 3 વૃદ્ધા પણ છે. આ સાથે જિલ્લામાં દર્દીનો કુલ આંકડો 1335એ પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધીમાં 983 દર્દી સ્વસ્થ થયા છે.
આંબલિયાસણ વેપારી એસો.ના પ્રમુખને કોરોના
આંબલિયાસણ-જોરણંગ સ્ટેશન બજાર કરિયાણા વેપારી એસોસીએશનના પ્રમુખ અને હોલસેલ વેપારી મહેશભાઈ એસ. પટેલને કોરોનાનો ચેપ લાગતાં હાલ કડી ખાતે સારવાર લઇ રહ્યા છે. વેપારીને કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય તેમજ પંચાયત વિભાગ દ્વારા સોસાયટી આજુબાજુના ઘરોમાં દવા અપાઈ હતી. શાકભાજીના વેપારી બાદ કરિયાણા વેપારી સંક્રમિત બનતાં સુપર સ્પ્રેડરની આરોગ્યની ચકાસણી કરાવવા માંગ છે.
ઉ.ગુ.માં કોરોનાના નવા 64 કેસ,1 મોત
ઉ.ગુજરાતમાં બુધવારે કોરોનાના નવા 64 કેસ નોંધયા હતા. જેમાં બનાસકાંઠામાં 25, પાટણમાં 22, મહેસાણામાં 10, સાબરકાંઠામાં 5 અને અરવલ્લીમાં 2 કેસ છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજના આધેડનું કોરોનાથી મોત થયું હતું.
કોરોના સંક્રમિત દર્દીઓ
મહેસાણા : કસ્બા (72)(મહિલા)
દૂધસાગર ડેરી (50)(પુરૂષ)
પ્રશાંત સિનેમા સામે (66)(પુરૂષ)
આંબલિયાસણ (53(પુરૂષ)
વિસનગર : એમ.એન.કોલેજ રોડ(પુરૂષ)
એમ.એન. કોલેજ રોડ (71)(મહિલા)
ઊંઝા : બારમાઢ (35)(પુરૂષ)
કામલી (78)(પુરૂષ)
કડી : સરસાવ (48)(પુરૂષ)
વિજાપુર : રણાસણ (70)(મહિલા)
મહેસાણા શહેરના 17 સહિત 20 કોરોના સંક્રમિત વિસ્તાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.