તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:મહેસાણા તાલુકામાં 40 દિવસમાં કોરોનાના સૌથી વધુ 149 કેસ ગોઝારિયામાં નોંધાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના ઓજી પાંચોટ અને રામોસણાની સોસાયટીઓમાં 151 પોઝિટિવ કેસ
  • ખેરવામાં 68, આખજમાં 63, પાલાવાસણામાં 61 અને લાંઘણજમાં 56 સંક્રમિતો

મહેસાણા તાલુકાના ગામડામાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ ફેલાયા પછી ગામે ગામ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તાલુકામાં સૌથી વધુ સંક્રમણ 6 ગામમાં રહ્યું છે. આરટી પીસીઆર ટેસ્ટિંગમાં 1 એપ્રિલથી 10 મે સુધીના 40 દિવસમાં સૌથી વધુ ગોઝારિયામાં 149, મહેસાણા શહેરને અડીને ઓજી વિસ્તારમાં આવેલી પાંચોટ અને રામોસણા હદની સોસાયટીઓમાં 151 કેસ નોંધાયા હતા. તો ખેરવામાં 68, આખજમાં 63, પાલાવાસણામાં 61 અને લાંઘણજમાં 56 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 40 દિવસમાં ગામડામાં કેસ વધ્યા પછી હવે ઘટી રહ્યાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

ખેરવા : ત્રણ મહિનામાં 100 કેસ, હવે ઘટી રહ્યા છે
9500ની વસ્તી ધરાવતા ખેરવા ગામના તલાટી કેતન પટેલે કહ્યું કે, પહેલાં ટેસ્ટિંગમાં 40 થી 50 ટકા પોઝિટિવ કેસ આવતા હતા. ગામમાં 15 દિવસથી સ્વૈચ્છિક લોકડાઉન છે. જેમાં અઠવાડિયામાં ત્રણ દિવસ બજારો બંધ પછી એક દિવસ બપોરે 2 સુધી દુકાનો ચાલુ ત્યાર પછી ફરી બજારો બંધ રહે છે. એટલે અઠવાડિયામાં ચોથા દિવસે માત્ર બપોરે 2 વાગ્યા સુધી બજાર ચાલુ રહે. લોકડાઉન પછી કેસનું પ્રમાણ ઘટ્યું છે. સરપંચ ગોવિંદભાઇ પટેલે કહ્યું કે, ત્રણ મહિનામાં કોરોનાના અંદાજે 100 કેસ નોંધાયા છે, ઘણા સાજા પણ થઇ ગયા. સારવાર દરમિયાન કેટલાકના મોત પણ થયાં છે. ગામની બોર્ડિંગ સ્કૂલમાં શરૂ કરેલા કોવિડ કેર સેન્ટરમાં 4 દર્દી સારવાર હેઠળ છે. સ્વૈચ્છિક લોકડાઉનથી હવે કેસો ઘટી રહ્યા છે.

ગોઝારિયા : ત્રણ મહિનામાં અંદાજે 200 કેસ અને 10 જેટલા મોત થયા
17 હજારની વસ્તી ધરાવતા ગોઝારિયાના તલાટી એલ.બી. ઝાલાએ કહ્યું કે, અગાઉ કેસો વધતાં 7 દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું. પહેલાં રોજ 10-12 કેસ આવતાં જે હાલ ટેસ્ટિંગમાં 3-4 આવે છે. જિ.પંના સદસ્ય મિહિર પટેલે કહ્યું કે, ત્રણ મહિનામાં અંદાજે 200 કેસ અને 10 જેટલા મોત થયા છે. મંગુબાવાડીમાં 10 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. રહેવા, જમવા, દવાની સુવિધા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...