લમ્પીનો કહેર યથાવત:મહેસાણામાં સેવા ભાવિ સંસ્થાઓએ કલેક્ટરને આઇસોલેશન વોર્ડ બનાવી આપવા રજૂઆત કરી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની સાથે સંસ્થાઓ કામ કરવા તૈયારી બતાવી

મહેસાણા જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં મહેસાણા જિલ્લામાં મોટી સંખ્યામાં લમ્પી ગ્રસ્ત પશુના મોત પણ નિપજી ચૂક્યા છે. ત્યારે મહેસાણા ની કેટલીક પશુ પ્રેમી સ્થાનિક સંસ્થાઓએ કલેકટરને રજૂઆત કરી પશુ દવાખાના પાસે આઇસોલેશન વોર્ડ બનાવી આપવા રજૂઆત કરી

મહેસાણા શહેરમાં આવેલ એનિમલ હેલ્પલાઇન તેમજ નિજાનંદ ગ્રુપ દ્વારા અનેકવાર પશુઓની મદદ કરતું આવ્યું છે ત્યારે હાલમાં લમ્પી વાયરસને કારણે જિલ્લા ભરમાં પશુઓ આ વાયરસમાં સંપડાયા છે. ત્યારે લમ્પી વાયરસને કારણે અન્ય તંદુરસ્ત જીવોને ચેપ ન લાગે તે માટે અલગથી isolation word બનાવી આપવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા લાખવાડ પશુ દવાખાના પાસેની જગ્યામાં અસરગ્રસ્ત જીવો માટે આઇસોલેશન વોર્ડ બનાવી આપવા તેમજ આ વોર્ડની અંદર તંત્રની સાથે પશુ પ્રેમી સેવા કરતી સંસ્થાઓ ખભેથી ખભો મિલાવીને સાથ સહકાર આપવા માટે પણ તૈયારી બતાવી છે તેમજ પશુઓની સેવા કરવા માટે પણ અનેક સંસ્થાઓ આગળ આવવા તૈયારી બતાવી છે

અન્ય સમાચારો પણ છે...