મતદાન જાગૃતિ:મહેસાણાની શાળામાં 'મારો મત, એ જ મારો અવાજ' સંકલ્પ પત્ર ભરી અચૂક મતદાન કરવાની વાલીઓએ પ્રતિજ્ઞા લીધી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)ના માધ્યમથી મહત્તમ મતદાન થાય, તે માટે વિવિધ પ્રવત્તિઓ કરવામાં આવી રહી છે.

મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ
મહેસાણા જિલ્લાના "સ્વીપ" નોડલ અધિકારી એ.કે. મોઢ પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 'મારો મત, એ જ મારો અવાજ', 'મતદાન : મારો અધિકાર', 'તમારું મતદાન, લોકતંત્રનો છે પ્રાણ', 'અવસર : 100 ટકા મતદાનનો' જેવા પ્રેરણાત્મક સૂત્રોના લખાણ સાથે રેલીમાં જોડાઇને જનતામાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું
મહેસાણા જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને મતદાન અંગે સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્ર વાલીઓએ ભરી અચૂક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આમ, લોકશાહીના અવસરની ઉજવણીમાં સરકારી-ખાનગી શાળાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વીપ દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃતિને વેગ મળ્યો છે. જિલ્લાની 1,50,000 પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ,95,000 માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક તેમજ 55,000 કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા વાલી સુધી પહોંચાડી શપથ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...