વેક્સિનેશન:મહેસાણામાં આજથી 18થી 60 વર્ષની વયના લોકો ખાનગી કોવિડ સેન્ટરમાંથી પ્રિકોશન ડોઝ લઇ શકશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીએ રૂપિયા 386 ચૂકવવા પડશે

મહેસાણામાં આજથી 18થી 60 વર્ષના લોકો માટે કોરોનાનો પ્રિકોશન ડોઝ આપવાનો ખાનગી કોવિડ કેન્દ્ર પરથી શરૂઆત કરવામાં આવી છે. જોકે, ડોઝ લેવા માટે અગાઉથી નામ નોંધાવવું પડશે. આ ડોઝ માટે લાભાર્થીઓ સરકાર દ્વારા નક્કી કરેલ દર પ્રમાણે 386 રૂપિયા પણ ચૂકવવા પડશે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સવા મહિના પૂર્વ ગેલેક્સી હાર્ટ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. વેક્સિન નિર્માણ કરતી કંપની દ્વારા ડોઝ ફળવતા પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ વર્કર,ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર 60 વર્ષથી ઉપરના અને બીમાર વ્યક્તિ વ્યક્તિઓને કોરોનાનો પ્રિકોશન ડોઝ નિઃશુલ્ક આપવામાં આવ્યો છે. જોકે, આ સિવાય 18થી 60 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીઓએ કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ માટે હવે ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડશે. પ્રિકોશન ડોઝ માટે લાભાર્થીઓ એ સરકાર દ્વારા નક્કી કરેલા દર મુજબ 386 રૂપિયા ચકવવા પડશે. આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણાની ગેલેક્સી હાર્ટ હોસ્પિટલને પ્રિકોશન ડોઝ માટે 16 એપ્રિલના રોજ મંજૂરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...