ઇમરજન્સી સેવા વધુ મજબુત:મહેસાણા, પાટણ અને બ.કાં.માં બીજી કરતાં ત્રીજી લહેરમાં 108 એમ્બુલન્સ 55થી વધારી 64 કરાઈ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેરની સરખામણીએ ત્રીજી લહેરમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાની 108 ઇમરજન્સી સેવા 16 ટકા વધુ મજબુત બની છે. ત્રીજી લહેરમાં હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઓછુ રહેવાનું હોવા છતાં ત્રણેય જિલ્લામાં 64 એમ્બુલન્સ સાથે 298 ના સ્ટાફને સ્ટેન્ડ બાય કરાયો છે. આ સાથે પીપીઇ કીટ, માસ્ક, સેનિટાઇઝર સહિતની જરૂરી તમામ ચીજ-વસ્તુઓનો સ્ટોક કરી દેવાયો છે.

ગત માર્ચથી મે મહિના સુધીની બીજી લહેરમાં એક પણ દિવસ એવો રહ્યો ન હતો કે મોટા શહેરોમાં 108 એમ્બુલન્સનું સાયરન બંધ રહ્યું હોય. એક દર્દીને માંડ હોસ્પિટલમાં સિફ્ટ કર્યો હોય તો ત્યાં બીજા દર્દીને લેવા એમ્બુલન્સ દોડી પડતી હતી. હોસ્પિટલોમાં જ્યારે જગ્યા મળતી બંધ થઇ ત્યારે દર્દી સાથે 108ની સ્થિતિ પણ મુશ્કેલીમાં મુકાઇ હતી.

કોવિડ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડા

જિલ્લો104 દ્વારા108 દ્વારાકુલ
મહેસાણા171538295544
પાટણ45815802038
બનાસકાંઠા77814382216
કુલ295168479798

ત્રીજી લહેર માટે સજ્જ 108 ઇમરજન્સી સેવા

જીલ્લોએમ્બુલન્સસ્ટાફ
મહેસાણા1988
પાટણ1570
બનાસકાંઠા30140
કુલ64298

ત્રણેય જિલ્લાના પ્રોજેક્ટ મેનેજર કમલેશકુમાર પઢારીયાએ જણાવ્યું હતું કે, બીજી લહેર શરૂ થઇ ત્યારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 55 એમ્બુલન્સ કાર્યરત હતી. વધુ 9 એમ્બુલન્સ મળતાં હવે કુલ 64 એમ્બુલન્સ સેવામાં છે. આ ઉપરાંત દરેક એમ્બુલન્સમાં 2 ઇએમટી અને 2 પાયલોટ તેમજ દર 3 એમ્બુલન્સએ 1 ઇએમટી અને 1 પાયલોટ રિર્ઝવ સ્ટાફ છે. એમ્બુલન્સ સામે સ્ટાફ 100 ટકા છે. બીજી બાજુ કોરોનાના દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે સ્ટાફની પીપીઇ કીટ, માસ્ક, ગ્લોઝ અને સેનિટાઇઝર સહિતની તમામ જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...