માંગ:મહેસાણામાં ONGCના નિવૃત મજૂર સંગઠન દ્વારા પોતાની વિવિધ માંગોને લઈને રાજ્યસભાના સાંસદને રજૂઆત કરાઈ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પી.એફ. ગ્રેજ્યુટી પેન્શનનો લાભ સત્વરે ચૂકવવા માંગ કરાઈ
  • મળવાપાત્ર લાભોના મળતા તંત્રને અનેકવાર કરી હતી રજૂઆત

મહેસાણા ખાતે ગુજરાત મજૂર યુનિયન હેઠળ ONGC સંગઠન દ્વારા આજે સોવારે રાજ્યસભાના સંસાદ જુગલજી ઠાકોરને પોતાની માંગોને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પી.એફ. ગ્રેજ્યુટી પેન્શન જેવા મળવાપાત્ર લાભ હજુ સુધી ના મળતા આ યુનિયન દ્વારા અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

નિવૃતી બાદ મળવાપાત્ર લાભ સત્વરે ચૂકવવા માંગ કરીમહેસાણામાં આજે કમલમ ખાતે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરને આજે ગુજરાત મજૂર યુનિયન હેઠળ ONGCના મજૂર સંગઠન દ્વારા પોતાની નિવૃત બાદ મળવાપાત્ર લાભો જેવા કે પી.એફ. ગ્રેજ્યુટી પેન્શનનો લાભ સત્વરે ચૂકવવા માટેની રજૂઆત કરી હતી. ONGCના અલગ-અલગ વિભાગમાં ફરજ બજાવતા ગરીબ કામદારોએ જણાવ્યું કે, નિવૃત પછી મળવાપાત્ર સરકારી ધારાધોરણ મુજબના હક જેવા કે, પી.એફ. વીમો. ગ્રેજ્યુટી હજુ સુધી ચૂકવાયાં નથી. તેમજ પગારમાં 35 ટકા લેખે વધારો કરવાનો કરાર થયો હતો, તે વધારો પણ ચુકવવામાં આવ્યો નથી. જેથી તમામ માંગોને લઈ આજે રાજ્યસભાના સાંસદને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...