તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:મહેસાણા પાલિકામાં વોર્ડ નં.2 અને 10માં મતદાન માટે બે-બે બેેલેટ યુનિટ વપરાશે

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક યુનિટમાં 16 પૈકી 14 ઉમેદવાર, એક નોટા અને એક મતદાન રજીસ્ટર્ડનું બટન હોય છે
 • વોર્ડ 2માં 18 અને 10માં 20 ઉમેદવારો, 30 મતદાન મથકોમાં બે-બે યુનિટ કરવા પડશે

મહેસાણા નગરપાલિકાના કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નં.2 અને 10માં 14 કરતાં વધુ એટલે કે અનુક્રમે 18 અને 20 ઉમેદવારો હોવાથી અહીં મતદાન માટે બે-બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડશે. એક બેલેટ યુનિટમાં 16 બટન પૈકી 14 ઉમેદવારોના, એક નોટા અને એક મતદાન રજીસ્ટર્ડ કરવા માટેનું બટન હોય છે. વોર્ડ નં.2ના 16 અને વોર્ડ નં.10ના 14 મતદાન મથકોમાં બે-બે બેલેટ યુનિટની વ્યવસ્થા કરાશે.

વોર્ડ નં.2માં ભાજપ-કોંગ્રેસ અને આપના 4-4, બહુજન સમાજ પાર્ટીના ત્રણ, બહુજન મુક્તિ મોરચાના બે અને એક અપક્ષ મળી કુલ 18 ઉમેદવારો છે. જ્યારે વોર્ડ10માં ભાજપ, કોંગ્રેસ અને આપના 4-4, બહુજન મુક્તિ મોરચાના બે, 6 અપક્ષ મળી કુલ 20 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

નોડલ અધિકારી અલ્પેશ પટેલે ઉમેદવારોને મતદાન પ્રક્રિયા અને મતદાન મથકો અંગે માહિતગાર કરતાં કહ્યું કે, બેલેટ યુનિટમાં 16 બટન પૈકી 14 ઉમેદવારોના નામ, ત્યાર પછી એક બટન નોટાનું હોય છે (એકપણ ઉમેદવાર પસંદ ન હોય તો આ બટન દબાવી શકાય) અને છેલ્લું બટન રજીસ્ટ્રેશન માટેનું હોય છે. એટલે કે બેલેટ યુનિટમાં જે ઉમેદવારો પસંદ હોય તેમની સામેનું બટન દબાવી છેલ્લે રજીસ્ટ્રેશનનું બટન દબાવ્યા બાદ જ મતદાન પૂર્ણ થશે. આ રજીસ્ટ્રેશન બટન દબાવતાં બીપ અવાજ આવશે. પાલિકામાં વોર્ડદીઠ ચાર બેઠકો છે એટલે મતદારો ઓછામાં ઓછા એક મત અને વધુમાં વધુ ચાર મત આપી શકશે. છેલ્લે રજીસ્ટ્રેશન બટન દબાવવું ફરજિયાત છે. કોઇ ઉમેદવાર પસંદ ન હોય અને નોટાનું બટન દબાવ્યું તો પણ રજીસ્ટ્રેશન બટન દબાવ્યાથી જ નોટામાં મત પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો