તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મહેસાણા પાલિકામાં ભાજપે એક વોર્ડની 4 બેઠક માટે 16 ઉમેદવારોની પેનલ બનાવી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ 176માંથી 44 ઉમેદવારોનાં નામ નક્કી કરશે

ભાજપે મહેસાણા નગરપાલિકાના 11 વોર્ડમાં ત્રણ માપદંડની ચારણીમાં બંધ બેસતા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી તૈયાર કરેલી પેનલો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવા તૈયારી આરંભી છે. શહેર પ્રમુખ મુકેશભાઇ પટેલ એક વોર્ડમા 16 સભ્યો એટલે કે 11 વોર્ડમાં કુલ 176 ઉમેદવારોની યાદી તૈયાર કરી સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવાના છે. ત્યારે આ યાદીમાંથી 44 નામોને ચૂંટણી લડવા પક્ષ મેન્ડેટ આપશે. આ સંજોગોમાં પાલિકાની ચૂંટણીમાં કોણ કપાશે અને કોણ આવશે તે બાબતે શરૂ થયેલી રાજકીય ચર્ચાએ ગરમાવો સર્જ્યો છે.

ભાજપે હોદ્દો ધરાવતા નેતાએ તેના સગાવહાલાંને ટિકિટ ન આપવાની સાથે પક્ષના સક્રિય સભ્ય જેવા બનાવેલા નીતિ નિયમો પણ ઘણા દાવદારોની ટિકિટ કાપશે તેવું મનાઇ રહ્યું છે. ભાજપના પૂર્વ નગરસેવકો પણ ટિકિટની મૂંઝવણમાં ભાજપમાંથી અગાઉ લડી ચૂકેલા નગરસેવકો પણ વર્તમાન ચૂંટણીમાં ટિકિટ માટે લાઇનમાં છે. પરંતુ તેમને ટિકિટ મળશે જ તે બાબતે ચોક્કસ નથી. તેમના શબ્દોમાં કહીએ તો, સાલુ આ વખતે ટિકિટ મળશે તેવું પહેલેથી કહેવું મુશ્કેલ છે.

ભાજપ માટે વોર્ડ-4માં પસંદગી કઠીન બની
ભાજપના ગઢ વોર્ડ-4માં દાવેદારોની સંખ્યા વધારે છે. આ વોર્ડમાં બારોટ મતદારોની સંખ્યા જોતાં બારોટ જ્ઞાતિના 12 સભ્યોએ ટિકિટ માટે દાવેદારી કરતાં પક્ષ મૂંઝવણમાં મૂકાયો છે અને નારાજગી ટાળવા તેમને ટિકિટ માટેનો એક દાવેદાર પોતાની રીતે નક્કી કરીને લઇ આવવા કહેવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો