તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:મહેસાણા પાલિકામાં 126માંથી 89 ઉમેદવારોનો ખર્ચનો હિસાબ બાકી

મહેસાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી વિભાગે ખર્ચના હિસાબો રજૂ કરવા ઉમેદવારોને સૂચના

મહેસાણા નગરપાલિકામાં 126માંથી હજુ 89 ઉમેદવારોએ ખર્ચનો હિસાબ રજૂ કર્યો નથી. મહેસાણા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 126 હરિફ ઉમેદવારો પૈકી મંગળવાર સુધીમાં માત્ર 37 ઉમેદવારોએ ચૂંટણી પાછળ કરેલા ખર્ચના હિસાબો ખર્ચ નિરીક્ષકો સમક્ષ રજૂ કરતાં આ ઉમેદવારોના હિસાબોની વિગત પ્રાંત કચેરી સુધી પહોંચી છે.

હજુ 89 ઉમેદવારોના ચૂંટણી ખર્ચના પૂર્ણ હિસાબો ખર્ચ નિરીક્ષક સુધી આવ્યા જ નથી. મહેસાણા પ્રાંત કચેરીના સૂત્રોએ કહ્યું કે, ચૂંટણીનું પરિણામ તા.2 માર્ચે જાહેર થયું ત્યારથી એક મહિનાની અંદર ઉમેદવારોએ ખર્ચના હિસાબો આપવાના હોઇ હવે બાકી ઉમેદવારો હિસાબો રજૂ કરવા લાગ્યા છે. નિયત અવધિ પછી બાકી ઉમેદવારોને નોટિસ અપાશે.

અન્ય સમાચારો પણ છે...