તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:મહેસાણા પાલિકામાં 218માંથી 82 ફોર્મ રદ, હજુ 136 ઉમેદવારો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ પરત ખેંચાવવા એડીચોટીનું રાજકીય દબાણ શરૂ કરાયું
  • માન્ય ઉમેદવારોમાં સૌથી વધુ વોર્ડનં.2 અને 10માં 21-21

મહેસાણા પાલિકાની ચૂંટણીમાં 11 વોર્ડમાં ભરાયેલા કુલ 218 ફોર્મની સોમવારે હાથ ધરાયેલી ચકાસણીમાં જે-તે પક્ષ કે અન્ય ઉમેદવારના ડમી હોય એવા 82 ફોર્મ રદ થયા હતા. જ્યારે આપ અને અપક્ષ સહિત ત્રણ ઉમેદવારોના ફોર્મમાં ક્ષતિ હોઇ રદ થયા હતા. જેમાં વોર્ડ નં.3માં ઉમેદવારી કરનાર અલ્પેશ વાસુદેવ શુકલ મતદાર વોર્ડ નં.11ના છે, તે અંગે મતદાર નોંધણી અધિકારીનો દાખલો રજૂ કર્યો નહોતો, બાળકો અંગેનું એકરારનામુ નહોતું, શૌચાલય અને બાકી લ્હેણાં ન હોવા અંગેનો દાખલો રજૂ કર્યો ન હોઇ તેમનું ફોર્મ અમાન્ય થયું હતું.

વોર્ડ નં.3માં જ આમ આદમી પાર્ટીમાંથી કપીલાબેન પંકજકુમાર પટેલના ફોર્મમાં ટેકેદારની સહી ન હોઇ ફોર્મ અમાન્ય કરાયું હતું. વોર્ડ 8માં સુરેશભાઇ નારણભાઇ પ્રજાપતિની દરખાસ્ત કરનાર અને ટેકેદારે દર્શાવેલ મતદાર યાદીના ભાગ નંબર, અનુક્રમ નંબર મતદાર યાદી સાથે સુસંગત થતા ન હોઇ તેમની ઉમેદવારી અમાન્ય કરાઇ હોવાનું ચૂંટણી સૂત્રોએ કહ્યું હતું. 136 ફોર્મમાં સૌથી વધુ વોર્ડ નં.2 અને 10માં 21-21 ફોર્મ માન્ય રહ્યા છે. એકમાત્ર વોર્ડ નં.6માં ભાજપના 4 અને કોંગ્રેસના 4 મળી કુલ 8 ઉમેદવારો છે.

ફોર્મ ચકાસણી બાદનું ચિત્ર

વોર્ડમાન્ય
110
221
314
411
510
68
710
810
99
1021
119
કુલ133

​​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો