તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મહેસાણા મામલતદાર જનસેવા કેન્દ્રમાં 2 ટેબલ વધારી 6 કરાયાં

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરની સૂચના બાદ અરજદારોને બેસવા ખુરશીઓ મૂકાઇ, મંડપ બંધાશે
  • અરજી વેરીફીકેશનની કામગીરી સર્કલ ઓફિસમાં ખસેડાઇ

મહેસાણા મામલતદાર સંકુલના જનસેવા કેન્દ્રમાં આવક-જાતિના દાખલા તેમજ વિવિધ પ્રમાણપત્રો કઢાવવા અરજદારોની થતી ભીડ નિવારવા કલેકટર એમ.એન. દક્ષિણીના સ્થળ નિરીક્ષણ બાદ બુધવારે કેટલીક વ્યવસ્થા ઊભી કરાઇ છે. જેમાં જનસેવા કેન્દ્રમાં 2 ટેબલ વધારી 6 ટેબલ કરી દેવાયા છે. જ્યારે અરજદારોને બેસવા ખુરશીઓ મૂકાઇ છે.

જનસેવા કેન્દ્રમાં અરજીઓની ચકાસણી કર્યા પછી તેમનો કમ્પ્યુટરમાં ફોટો લેવાનો હોય છે. હવે મામલતદાર ઓફિસની બાજુમાં સર્કલ ઓફિસરની રૂમની બે બારીએ અરજીની ચકાસણી કરાવવાની રહેશે. ત્યાર બાદ અરજી લઇ જનસેવા કેન્દ્રમાં ફોટો પડાવવાનો રહેશે.

સર્કલ ઓફિસરની બેઠક પ્રથમ માળે શિફ્ટ કરાઇ છે. અરજદારો માટે મંડપ બાંધવાની તજવીજ કરાઇ છે. પુરવઠા શાખા અને સબ રજીસ્ટાર શાખા આગળ ભીડ ન સર્જાય તે માટે આયોજન વિચારી રહ્યું છે. જનસેવા કેન્દ્રમાં કામગીરીમાં ચાર ટેબલ હતા, ત્યાં વધુ બે ટેબલ બુધવારથી કાર્યરત કરી દેવાતાં બહાર ધસારો ઓછો થયો હતો.

વાહનો સંકુલની બહાર પાર્ક કરાવાતાં રોડ સાઇડે ખડકલો
મામલતદાર કચેરી સંકુલના ગેટ આગળ ગાર્ડ મૂકાયા છે. અંદર માત્ર સ્ટાફ માટે પાર્કિંગ વ્યવસ્થા અમલી કરાઇ છે. જેને લઇ બહાર રોડની બંને સાઇડ વાહનોની હારમાળા સર્જાઇ હતી. પ્રાંત અધિકારી એમ.બી. પટેલે જણાવ્યું કે, સંકુલમાં બિનજરૂરી વાહન પાર્કિંગથી ટ્રાફિક ન સર્જાય તે માટે બહાર વ્યવસ્થા કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...