તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મહેસાણા, લાડોલ અને વસઇમાં જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લામાં પોલીસની એક જ દિવસમાં ત્રણ જુગારની રેડ
 • 3 જુગારધામ પરથી પોલીસે રૂ.23890 નો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા, લાડોલ અને વસઇ પોલીસે શુક્રવારે 3 જુગારધામ પર રેડ કરી હતી. જેમાં 12 જુગારીઓ પાસેથી રૂ.23890 નો મુદ્દામાલ જપ્ત કરી 3 અલગ-અલગ ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે શુક્રવાર સાંજે 4 કલાકે શહેરના ટીબીરોડ પરના છાપરાના ઓનએનજીસી વેલના ગેટની બહારથી 3 જુગારીઓ પાસેથી રૂ.રૂ.11500 નો મુદ્દામાલ, વસઇ પોલીસે હાઇવે પરના ખોડીયાર માતાના મંદિર નજીક ખેતરમાં બપોરે 3 કલાકે રેડ કરી 4 જુગારી પાસેથી રૂ.11240 નો મુદ્દામાલ અને લાડોલ પોલીસે લાડોલના દેવીપૂજક વાસમાં વડના વૃક્ષની નીચે બપોરે 3.30 કલાકે 5 જુગારી પાસેથી રૂ.1150 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ 12 વ્યક્તિઓ જુગાર રમતાં ઝડપાયા
મહેસાણા :
મહેશકુમાર વિષ્ણુભાઇ પટેલ (રહે.કડવાસન, તા.મહેસાણા), રાકેશભાઇ બાબુભાઇ પ્રજાપતિ (રહે.ગોકુલનગર, મહેસાણા), પ્રકાશભાઇ બાબુભાઇ પટેલ (રહે.રામનગર સોસાયટી, મહેસાણા)
વસઇ : નરેન્દ્રસિંહ વિહાજી રણા (રહે.વસઇ), કરશનજી કચરાજી ઠાકોર (રહે.વસઇ), જગદીશભાઇ પશાભાઇ વાલ્મીકી (રહે.વસઇ), જ્યંતિજી મોતીજી ઠાકોર (રહે.ચરાડા, તા.માણસા)
લાડોલ : શૈલેષભાઇ ધુળાભાઇ દેવીપૂજક, અશોકભાઇ સંપતભાઇ દેવીપૂજક,મહેન્દ્રજી મગનજી રાઠોડ, મંગાજી રવાજી ઠાકોર, લાલાભાઇ પ્રહલાદભાઇ દેવીપૂજક (તમામ રહે.લાડોલ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો