વેરા વસુલાત:મહેસાણા હબ ટાઉનમાં રૂ. 99,775 બાકી વેરામાં 5 દુકાનો સીલ કરાઈ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી 11 દુકાનથી રૂ. 167657ની વેરા વસુલાત

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ ઉપર આવેલ હબટાઉનના ડી બ્લોકમાં 5 દુકાનને કુલ બાકી રૂ.99775 વેરામાં ગુરુવારે પાલિકાની વેરા વસુલાત ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જ્યારે સ્થળ પર 11 દુકાનદારે કુલ રૂ. 167657 બાકી વેરો પાલિકાની ટીમને જમા કરાવતા આ દુકાનોનું સીલીંગ ટળ્યુ હતું.

પાલિકાની વેરા શાખાની ટીમ દ્વારા કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં બાકી વેરાની મિલકતોને સીલ કરવાની ઝુંબેશ ચાલુ કરાઇ છે. જેમાં હબટાઉનના ડી બ્લોકમાં ગ્રાઉન્ડ ફ્લોરની 2, સેકન્ડ ફ્લોરની 1 અને થર્ડ ફ્લોરની 2 મળીને કુલ 5 દુકાનને બાકી વેરામાં સીલ કરાઇ હતી. આ પ્રત્યેક દુકાનનો રૂ. 19955 લેખે બાકી વેરો વર્ષોથી ભરપાઇ કરાયો ન હોઇ પાલિકા દ્વારા સીલ કરીને સમક્ષ અધિકારીની મંજૂરી વગર દુકાનનું સીલ ખોલવું નહીં તેવી નોટિસ લગાવી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...