હાલાકી:મહેસાણામાં બપોરે અડધા ઇંચ વરસાદમાં જ ગોપીનાળાનો એક ભાગ બંધ કરવો પડ્યો, બીજામાં એમ્બ્યુલન્સ અટવાઈ

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં છેલ્લા અઠવાડીયાથી અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતાં વાતાવરણમાં હળવી શીતલહેર પ્રસરી હતી. જોકે ગુરુવારે બપોરે અડધા ઇંચ(14 મી.મી) વરસાદમાં ગોપીનાળાના રાધનપુર ચોકડીથી બસસ્ટેશન તરફ જતાં નાળાના ભાગમાં પાણી ભરાઇ રહેતાં વાહનચાલકો માટે બંધ થયો હતો અને ખુલ્લા એક ભાગમાં વાહન આવનજાવન માટે વન વે થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.

શહેરમાં બપોરે 12.30 થી 2 દરમ્યાન વરસાદમાં ગોપીનાળાના એક ભાગમાં પાણી ભરાઇ જતાં માહિતી ભવનથી રાધનપુર ચોકડી તરફના ખુલ્લા નાળામાંથી વાહન આવનજાવનમાં ટ્રાફીક જામ થયો હતો.જેમાં બપોરે 1.45 વાગ્યાના અરસામાં રાધનપુર ચોકડી તરફથી દર્દીને લઇને આવતી એમ્બયુલન્સ નાળાના ટ્રાફિકમાં અટવાઇ હતી.અહિયા પોલીસ કર્મી દોડી આવીને ટ્રાફીક નિયમન કરાવ્યા પછી એમ્બ્યુલન્સ બહાર નિકળી હતી.

અન્ય સમાચારો પણ છે...