જીવલેણ દોરીનો નાશ:મહેસાણા જિલ્લામાં વિવિધ સંગઠનો-પક્ષી પ્રેમીઓએ 400થી 500 કિલો ઘાતક દોરીનો જથ્થો એકત્ર કરી તેનો નાશ કર્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • બાળકો-મોટાઓને ઉપયોગી ચીજ વસ્તુનું પ્રોત્સાહન આપી મોટા પ્રમાણમાં દોરીનો જથ્થો ભેગો કરાયો
  • વિસનગરની પ્રયાસ વેલફેર સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી આવા સેવાકાર્ય સાથે જોડાયેલી છે

મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણનો તહેવાર પતંગ રસિયાઓ માટે ખૂબ સારો રહ્યો હતો. પરંતુ મોજશોખના આ તહેવાર બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પતંગ અને દોરી જોખમી રીતે જોવા મળી રહ્યા હતા. જેને કારણે કોઈ અકસ્માત કે પશુ-પક્ષી અને માનવજીવને નુકસાન થવાની સંભાવનાઓ હતી. જેથી વિસનગર, ઊંઝા, કડી, મહેસાણા સહિતના સ્થળોએ વિવિધ સામાજિક સંગઠનો અને જીવદયા પ્રેમીઓ દ્વારા આવા ઘટકો-દોરીનો જથ્થો એકત્ર કરી નાશ કરવા માટે અભિયાન હાથ ધરાયું હતું. જેમાં બાળકોથી લઈ મોટા લોકોને નોટબુક, પેન, પેન્સિલ સહિત જુદી જુદી ઉપયોગી ચીજ વસ્તુઓનું પ્રોત્સાહન આપી મોટા પ્રમાણમાં દોરીનો જથ્થો ભેગો કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે વિસનગરની પ્રયાસ વેલફેર સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી આવા સેવાકાર્ય સાથે જોડાયેલી છે. ચાલુ વર્ષે ઘાતકી દોરીના જથ્થામાં પ્રતિબંધિત ચાઈના દોરીનો 50 ટકા જેટલો જથ્થો જોવા મળતા જીવદયા પ્રેમીઓએ આવી દોરીનો ઉપયોગ ન થાય અને તેના પ્રતિબંધ મામલે જાગૃતિ આવે તેવી માંગ કરી દોરીનો નાશ કરી જીવદયાનું ઉત્તમકાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...