મુશ્કેલી:મહેસાણા જિલ્લામાં પણ મ્યુકરમાઈકોસિસ રોગનો પગપેસારો, 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં બે સ્થળ પર સારવારની વ્યવસ્થા કરવા આયોજન કરાયું

મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસીસ નામની બિમારીએ માથું ઊંચક્યું છે ત્યારે અશ્ચર્યજનક રીતે મહેસાણા જિલ્લામાં 20 થી 25 વ્યક્તિઓ આ બીમારીમાં સપડાયા છે. જોકે જિલ્લામાં હાલમાં આ બીમારીને લઈ કોઈ ખાસ માહિતી કે વ્યવસ્થા સ્થાનિક સ્તરે ન હોઈ આ બીમારી થી પીડાતા દર્દીઓને જિલ્લા બહાર સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા છે તો આ બીમારીનો ખર્ચ પણ મોંઘોદાટ રહેલો છે.

મહેસાણા જિલ્લા તંત્ર રોગને લઈ ચિંતિત બન્યુમહેસાણા જિલ્લામાં કોવિડ19ના કેસોને લઈ જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર સતત જહેમત ઉઠાવી રહ્યું છે તેવામાં કોરોના બાદ દર્દીઓને થતી મ્યુકરમાઇકોસીસ જેવી બીમારીના અંદાજે 20 થી 25 કેસ જિલ્લામાં સામે આવતા તંત્ર દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલ અને વડનગર GMERS હોસ્પિટલ ખાતે મ્યુકર માઇકોસીસના રિપોર્ટ , ઇન્ડોર સારવાર, ઇન્જેક્શન અને દવાઓ સહિતની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે બન્ને જગ્યાએ પ્રાથમિક તબક્કે 10-10 મળી કુલ 20 બેડની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે

ડો..વિનોદ એ ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે હાલના સમયમાં કોરોના જેવી ગંભીર બીમારીની કોઈ ચોક્કસ દવા કે સારવાર નથી જોવા મળી તેવામાં માનવજીવન માટે પડકાર રૂપ વધુ એક બીમારી મ્યુકરમાઇકોસીસ નામની બીમારી સામે આવી છે. મ્યુકરમાઇકોસીસ નામની આ બીમારી મોટે ભાગે કોરોનાની સારવાર લઈ ચૂકેલા દર્દીઓ, કેન્સરની અસર ધરાવતા દર્દીઓ , ડાયાબીટીસના દર્દીઓ કે વધુ વયના વ્યક્તિઓ ને થઈ રહી છે.

તબીબ અને આરોગ્ય સૂત્રોના એક અંદાજ પ્રમાણે મ્યુકર માઇકોસીસ કોરોનાની બીમારી થયા બાદ આ બીમારી થઈ રહી છે જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીઓને સ્ટીરોઇડ કે ભારે ઇન્જેક્શન દવાઓ આપ્યા બાદ શરીરમાં ડાયાબીટીસ કે કેટલાક ભાગોમાં ફન્ગસ પ્રકારે ઇન્ફેક્શન ફેલાઈ જાય છે જે કેન્સર કરતા પણ વધુ ઝડપે પ્રસરી રહ્યું છે.

તેમજ આ બીમારી ફક્ત મોઢા ના ભાગે થતો નથી પરંતુ ફેફસા માં પણ થાય , આંતરડા ,આંખ અને ચામડી માં પણ આ બીમારી થઈ રહી છે જેમાં માણસ ની હ્યુમિનિટી ઘટે એટલે ફંગસ આવે છે અને ફંગસ આપડી આજુબાજુ છે.

અન્ય સમાચારો પણ છે...