તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે નવા 2 કેસ, 3 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 16

મહેસાણા જિલ્લા માં કોરોના ની બીજી લહેરે પહેલી લહેર કરતા ભારે હાહાકાર મચાવી દીધી હતી જેમાં જિલ્લા માં છેલ્લા એક મહિના થી સતત કોરોના કેસો માં ઘટાડો નોંધાતા પોઝિટિવ દર્દીઓ નો ગ્રાફ ઘટ્યો છે જેમાં મહેસાણા જિલ્લા માં હવે માત્ર 16 જેટલા દર્દીઓ કોરોના ની સારવાર લઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં આજે કોરોના નો બે કેસ નોંધાતા તંત્રએ રાહત ના શ્વાસ લીધા હતા, આજે 3 દર્દીઓ એ કોરોના હરાવી પોતાના ઘરે પરત ફર્યા હતા.

જિલ્લા માં અત્યાર સુધીમાં 138174 સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે જેમાંથી 125048 સેમ્પલ નેગેટિવ આવ્યા છે ગઈ કાલે લીધેલા 481 સેમ્પલ નું રિજલ્ટ આજે આવ્યું છે જેમાં 480 સેમ્પલ નેગેટિવ આવેલા અને 1 સેમ્પલ પોઝિટિવ આવેલ તેમજ અન્ય લેબ ખાતે 1 કેસ પોઝિટિવ આવેલ જેમાં આજે નવા 491 સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...