તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇક ચોરી:મહેસાણા જિલ્લામાં ચોરો બેફામ, એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી બાઈક ચોરાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, બેચરાજી અને ઊંઝામાંથી ટુ વહીલરની ચોરી થઇ

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી બાઈક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. ચોરો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. જિલ્લામાં એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાઓ પર બાઈકની ચોરી થયાની ફરિયાદો ઉઠવા પામી છે.

મહેસાણા શહેરમાં તોરણવાડી ચોક ખાતે આવેલા શકાભાઈ શેઠ કોમ્પ્લેક્સમાં આવેલી ગ્લોબલ એન્ટર પ્રાઇસ નામની ઓફિસમાં નોકરી કરી ગુજરાન ચલાવતા વ્યક્તિનું બાઈક કોમ્પ્લેક્સના નીચે પાર્ક કર્યું હતું જે કોઈ ઈસમ ઉઠાવી લઇ જતા મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.

બીજી બાજુ બેચરાજીમાં પણ બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક યુવક પોતાની બાઈક સર્વિસ કરાવવા માટે બેચરાજી આવ્યો હતો અને પોતાનું બાઈક ભોજનાલયની દીવાલ પાસે પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યા ઈસમો બાઈક લઇ જતા બાઈક ક્યાંય ના મળતા ફરિયાદીએ બેચરાજી પોલીસ મથકે બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

ઊંઝામાં પણ એક એક્ટિવા ચોરી થવાની ઘટના સામે આવી હતી. જેમાં ઊંઝા બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું એક્ટિવ અજાણ્યા ઈસમ ચોરી લઇ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ફરિયાદી કુકરવાળા સાબરમતી ગેસ કંપનીમાં સુપરવાઈઝર તરીકે 3 વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા અને ઊંઝાથી વિજપુર નોકરી આવા જવા બસનો ઉપયોગ કરતા હતા અને પોતાનું એક્ટિવ ઊંઝા બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરતા હતા નોકરીથી પરત આવ્યા બાદ સાંજે સાત વાગ્યે એક્ટિવા નજરે ના પડતા ઊંઝા શહેરમાં એક્ટિવની શોધખોળ કરી હતું,પરંતુ એક્ટિવા ના મળતા આખરે ફરિયાદીએ ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આમ એક જ દિવસમાં મહેસાણા જિલ્લાના અલગ અલગ જગ્યાઓ પર બાઈક અને એક્ટિવ ચોરી થયાની ઘટનાઓ સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...