તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:મહેસાણા જિલ્લામાં કોરોના કેસમાં સતત વધારો, આજે 28 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજે 28 કોરોના પોઝિટિવ સામે પાંચ દર્દી સજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
 • અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના 54 હજાર 290 સેમ્પલ લેવાયા

મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોરોનાના 54 હજાર 290 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 51 હજાર 640 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે 121 સેમ્પલનું રિજલ્ટ આવ્યું હતું જેમાં 101 સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ આવ્યું છે તેમજ આજે 20 સેમ્પલના રિજલ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ખાનગી લેબ ખાતે આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે આમ આજે મહેસાણા જિલ્લામાં કુલ 28 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

જિલ્લામાં આજે 40 સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ આજે 28 કોરોના પોઝિટિવ સામે પાંચ દર્દી સજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે જિલ્લામાં આજે એક્ટિવ કેસનો આંકડો 260ને પાર પહોંચી ચુક્યો છે. આજે શહેરી વિસ્તારોમાં 19 પોઝિટિવ કેસ છે તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નવ પોઝિટિવ કેસ આવતા ગ્રામ્ય લોકોમાં હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જેથી સેમ્પલ લેવામાં પણ વધારો કરવામાં આવ્યો છે અને હોળી ધુળેટીના તહેવારો બાદ જિલ્લામાં કોરોના આંકડાઓમાં વધારો થવાની પુરે પુરી શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો