તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • In Mehsana District, The Ratio Of Positive Patients Has Decreased In The Last 12 Days: Samples Have Increased Against Which Cases Have Decreased.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મહેસાણા જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં પોઝિટિવ દર્દીઓનો રેશિયો ઘટયો : સેમ્પલ વધ્યા જેની સામે કેસ ઘટ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 25 થી 30 નવેમ્બરમાં 100 વ્યક્તિ સામે 15 સંક્રમિત, જ્યારે 1 થી 6 ડિસેમ્બરમાં 9 મળ્યા
 • 1 ડિસેમ્બરથી ગામડામાં છુપાયેલા કેસો શોધવા સેમ્પલિંગ વધાર્યું, પણ કેસ ઓછા મળ્યા

કોરોના સંક્રમણ ઘટાડવા જિલ્લા આરોગ્ય વિભાગે સેમ્પલિંગ વધાર્યુ છે, તો સામે પોઝિટિવ દર્દીઓનો રેશિયો ઘટ્યો છે. છેલ્લા 12 દિવસના સેમ્પલિંગના આંકડા જોઇએ તો સેમ્પલની સામે કેસ ઘટ્યા છે. જેમકે, 25થી 30 નવેમ્બર દરમિયાન કુલ 1409 સેમ્પલ લીધા હતા, જેમાં 220 પોઝિટિવ દર્દીઓ સામે આવતાં 100 વ્યક્તિએ 15 સંક્રમિતો મળ્યા હતા. તંત્રએ ગામડાઓમાં સંક્રમિત કેસો હોવાની આશંકા સાથે 1લી ડિસેમ્બરથી સેમ્પલોની સંખ્યા વધારી હતી. 1 થી 6 ડિસેમ્બરે લેવાયેલા 2953 સેમ્પલ પૈકી 264 કેસ આવતાં 100 વ્યક્તિએ માત્ર 9 સંક્રમિતો મળ્યા હતા. આરોગ્ય વિભાગના કહેવા મુજબ, ગામડાઓમાંથી કેસો ઓછા આવતા છુપાયેલા કેસો શોધવા સેમ્પલિંગ વધાર્યું હતું. ગામડાંની સરખામણીમાં શહેરી વિસ્તારોમાંથી કેસો વધુ મળે છે.

સેમ્પલ સામે કેસ વધ્યા, પરંતુ રેશિયો ઘટ્યો

તારીખસેમ્પલકેસ
25 નવેમ્બર28031
26 નવેમ્બર27731
27 નવેમ્બર25633
28 નવેમ્બર21543
29 નવેમ્બર11339
30 નવેમ્બર26843
1 ડિસેમ્બર49041
2 ડિસેમ્બર44751
3 ડિસેમ્બર37347
4 ડિસેમ્બર56737
5 ડિસેમ્બર65648

જિલ્લામાં સૌથી વધુ મહેસાણામાં કેસ
જિલ્લામાં છેલ્લા 12 દિવસમાં 1236 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં 40 ટકા મહેસાણામાં દર્દી જોવા મળ્યા હતા. સૌથી વધુ 30 નવેમ્બરે 27 કેસ આવ્યા હતા. આરોગ્ય વિભાગે જણાવ્યુ કે જિલ્લાનો વ્યવહાર મહેસાણા સાથે જોડાયેલો હોઇ શહેરી વિસ્તારમાં સંક્રમણ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો