મહેસાણા જિલ્લામાં ઉનાળાની સિઝનની શરૂઆતમાં ઉનાળુ પાક વાવવાનું શરૂ કરી દેવામાં આવતું હોય છે. જિલ્લામાં 40 હજાર હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે. જેમાં બાજરી, ઘઉં, શાલભાજી અને ઘાસ ચારો મળી વિવિધ પાકોનું વાવેતર પૂર્ણ થયું છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા સતત પાકની વાવણી અને વિવિધ યોજનાઓ માટે ખેડૂતોને માર્ગદર્શન કરવામાં આવતું હોય છે. ત્યારે ચાલુ ઉનાળુ સિઝનમાં જિલ્લાના ખેડૂતોએ ફૂલ 40 હજાર હેકટર જમીનમાં ઉનાળુ પાકો જેવા કે ઘઉં બાજરી, શાકભાજી અને ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કર્યું છે જેમાં 12 હજાર હેકટર પર બાજરીનું મબલક વાવેતર નોંધાયું છે. એક અંદાજ પ્રમાણે ચાલુ સિઝનમાં ઉનાળુ વાવેતર ઓછું થવા પામ્યું છે. તો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સનનમાં નિધિ યોજનાનો લાભ મળે માટે kyc સબંધિત સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.