તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • In Mehsana District So Far A Total Of One Lakh 25 Thousand 133 People Between The Ages Of 45 To 60 Years Have Been Vaccinated Against Corona

રસીકરણ:મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી 45થી 60 વર્ષ સુધીના કુલ એક લાખ 25 હજાર 133 લોકોએ કોરોના વેક્સિન લીધી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે જિલ્લામાં નવ હજાર 476 લોકોએ કોરોના રસી મુકાવી

મહેસાણા જિલ્લામાં દિનપ્રતિ દિન કોરોનાના આંકડાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ કોવિડની રસીકરણની કામગીરી પણ પુર જોસમાં ચાલી રહી છે. જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર હાલમાં કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમજ લોકો વેક્સિન લઈને અન્ય લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. શુક્રવારે જિલ્લામાં નવ હજાર 476 લોકોએ કોરોના રસી મુકાવી હતી. જ્યારે અત્યાર સુધી 45થી 60 વર્ષ સુધીના ઉમર વાળા એક લાખ 25 હજાર 133 લોકોએ કોરોનાની રસી લઇ ચુક્યા છે.

મહેસાણા જિલ્લામાં શુક્રવારે બેચરાજીમાં 531, જોટાણામાં 193, કડી 1586, ખેરાલુમાં 755, મહેસાણામાં 1939, સતલાસણામાં 658, ઊંઝામાં 794, વડનગરમાં 795, વિજાપુરમાં 1384, વિસનગરમાં 841, આમ ગઈ કાલે જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ નવ હજાર 476 લોકોએ કોરોના રસી મુકાવી હતી. જ્યારે અત્યાર સુધી જિલ્લામાં 45થી 60 વર્ષ સુધીના ઉમર વાળા એક લાખ 25 હજાર 133 લોકો કોરોનાની રસી લઇ ચુક્યા છે.