તૈયારી:મહેસાણા જિલ્લામાં 31 માર્ચ સુધીમાં મુદત પૂરી થતી 425 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ કડીની 79, મહેસાણાની 75 અને વિસનગરની 53 ગ્રામપંચાયત.નો ચૂંટણી યોજાશે

મહેસાણા જિલ્લામાં આગામી 31 માર્ચ સુધીમાં ટર્મ પૂરી થતી હોય તેવી 425 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાપાત્ર છે. જેને લઇ તંત્રએ આગોતરા આયોજનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હજુ પ્રાથમિક અને આખરી મતદાર યાદી કાર્યક્રમ આવશે અને ત્યાર પછી ચૂંટણી અંગે જાહેરનામુ આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ સામાન્ય ચૂંટણી સાથે વિજાપુરની બે તેમજ સતલાસણા અને બહુચરાજીની એક- એક ગ્રામ પંચાયતનું વિભાજન થયા બાદ નવી અસ્તિત્વમાં આવેલી ચાર ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાશે. આ સિવાય એક પંચાયતની વિભાજન અંગેની પ્રક્રિયા ચાલી રહ્યાનું સૂત્રોએ કહ્યું હતું.

ગ્રામ પંચાયતોની આગામી ચૂંટણી માટે સરપંચ અને સભ્ય બેઠકોના રોટેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે. 425 જેટલી ગ્રામ પંચાયતની 31 માર્ચ સુધીમાં ટર્મ પૂરી થનાર છે. આ પંચાયતોની ચૂંટણી ઇવીએમથી યોજાશે. જેમાં અંદાજે 5500 જેટલા ઇવીએમનો ઉપયોગ થઇ શકે છે. ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ઉપરાંત વિવિધ કારણોસર ખાલી પડેલી બેઠકોવાળી પંચાયતની પેટાચૂંટણી પણ યોજાશે.

ચાર ગ્રામ પંચાયતનું વિભાજન કરાયુંસતલાસણા તાલુકામાં ઓકલીયાનું વિભાજન થતાં નવી નવાવાસ રાજપુર, બહુચરાજી તાલુકામાં દેલપુરાનું વિભાજન થતાં નવી ગજાપુરા ગ્રામ પંચાયત, વિજાપુર તાલુકામાં કોટડીના વિભાજનથી નવી રામનગર કોટડી અને રણસીપુરના વિભાજનથી નવી નવા રણસીપુર એનએ ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવશે.

31 માર્ચ સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતો

તાલુકોસંખ્યા
કડી79
મહેસાણા75
વિસનગર53
વિજાપુર46
ખેરાલુ38
વડનગર33
બહુચરાજી32
ઊંઝા27
જોટાણા22
સતલાસણા20
કુલ425
અન્ય સમાચારો પણ છે...