શંકમંદ ઝડપાયા:મહેસાણા જિલ્લામાં પોલીસે ગુનાહિત પ્રવૃતિ આચરવાની ફિરાકમાં હોય તેવા 11 ઈસમોને ઝડપી પાડ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા રાત્રી પેટ્રોલીંગ સંઘન બનાવ્યું
  • રાત્રી દરમિયાન લુપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા

મહેસાણા જિલ્લામાં પોલીસે જુદા જુદા વિસ્તારોમાં રાત્રી પેટ્રોલીંગ દરમિયાન લપાતા છુપાતા અને ગુનો આચરવાની ફિરાકમાં હોય તેવા કુલ 11 શખ્સને એક જ રાતમાં ઝડપી લીધા હતા. તેઓની સામે હાલમાં ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહેસાણા શહેર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ વધી છે. જેને ડામવા પોલીસે રાત્રી દરમિયાન પેટ્રોલીંગ સંઘન બનાવ્યું છે. હાલમાં વિવિધ પોલીસ મથકની પોલીસ ટીમ દ્વારા નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારે વિજાપુર, થોળ, કડી, માઠાસૂર, પંચોટ બાયપાસ સહિતના કેટલાક વિસ્તારોમાં રાત્રી દરમિયાન લુપાતા છુપાતા શંકાસ્પદ હાલતમાં કુલ 11 શખ્સો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે હાલમાં તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...