તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:મહેસાણા જિલ્લામાં 6 મહિનામાં પોલીસે 65 ગુમ થયેલા બાળકો શોધી કાઢ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 0થી 14 વર્ષના કુલ 7 બાળકો અને 15થી 18 વર્ષના કુલ 58 કિશોર કિશોરીને શોધ્યા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક માસથી નાના બાળકોને લલચાવી ફોસલાવીને અપહરણ કરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં જિલ્લાના કેટલાક વિસ્તારોમાંમાંથી કિશોરો અને કિશોરીઓને પોલીસને શોધવામાં સફળતા મળી છે.

જિલ્લામાં અવારનવાર નાની કિશોરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જવાની પણ ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે. ત્યારે એવી કિશોરીઓને પણ મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં સફળતા મળી છે.

જિલ્લા પોલીસે 6 માસમાં 65 બાળકો શોધી કાઢ્યા

મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણ અને ગુમ થયાની ફરિયાદો નોંધતી હોય છે જેમાં પોલીસ દ્વારા આવા મિસિંગ બાળકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અને હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા જિલ્લામાંથી 6 મહિનામાં 65 જેટલા બાળકો શોધી કાઢ્યા હતા.

પોલીસે છેલ્લા 6 મહિનામાં 0થી 14 વર્ષના કુલ 7 બાળકો અને 15થી 18 વર્ષના કુલ 58 કિશોર અને કિશોરીઓને શોધી કુલ 65 જેટલા જિલ્લામાંથી ગુમ થયેલા બાળકોને શોધી કાઢવામાં સફળતા મળી છે. તેમજ આગામી દિવસોમાં પણ વધુ બાળકો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...