પેટ્રોલ પંપ માલિકો લડતના માર્ગે:મહેસાણા જિલ્લામાં 12 ઓગષ્ટથી દર ગુરુવારે પેટ્રોલના નો પરચેઝ આંદોલનનું એલાન

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડીલર્સ માર્જિન સુધારાના મુદ્દે પેટ્રોલ પંપના માલિકો
  • દર ગુરુવારે બપોરે 1થી 2 સુધી CNGનું વેચાણ બંધ

મહેસાણા જિલ્લા પેટ્રોલ ડીઝલ ડિલર્સ એસોસિએશન દ્વારા ડીલર માર્જિન સુધારાના મુદ્દે તારીખ 12મી ઓગષ્ટને ગુરુવારથી નો પરચેઝ આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી આ પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી આગામી દર ગુરુવારે નો પરચેઝ ચાલુ રહેશે.

છેલ્લા ચાર વર્ષથી પેટ્રોલ ડીઝલ તથા સીએનજી ના ડીલર માર્જિન માં સુધારો કરવામાં આવતો નથી. આથી એફજીપીડીએ દ્વારા નો પરચેઝ નું એલાન અપાયું છે. એ મુદ્દે આગામી 12 ઓગષ્ટથી દર ગુરુવારે પેટ્રોલ ડીઝલનું નો પરચેઝનો નિર્ણય લેવાયો છે.

દર ગુરુવારે બપોરે 1થી 2 વાગ્યા સુધી ફક્ત સીએનજીનું વેચાણ બંધ રહેશે. જોકે, પેટ્રોલ પંપો પર અવતા ગ્રાહકો હેરાન ન થાય તે માટે આગોતરી વ્યવસ્થા કરવા એસોસિએશને તમામ ડીલર્સને સૂચના આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...