ટેકાના ભાવે ખરીદી:મહેસાણા જિલ્લામાં પાંચ દિવસમાં માત્ર ત્રણ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઇ

મહેસાણા17 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • અત્યાર સુધી 2759 ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી

મહેસાણા જિલ્લામાં પાંચ દિવસમાં માત્ર ત્રણ ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 2759 ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં ખેરાલુ સતલાસણા અને વિજાપુર એપીએમસી ખાતે નવમી નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં હાલમાં પાંચ દિવસમાં ત્રણે કેન્દ્રો પર પ્રથમ ચાર દિવસ દરમિયાન ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધાઈ હતીય જોકે, સતલાસણા ખાતે બે ખેડૂત અને ખેરાલુ ખાતે એક ખેડૂતને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું હતું. દિવાળી બાદ મગફળીના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો આવતાં ખેડૂતો ખુલ્લા બજારમાં પોતાની મગફળી વેચી રહ્યા છે. જોકે, વિજાપુર માર્કેટમાં એક જ દિવસમાં 12 હજાર બોળી મગફળીની આવક નોંધાઇ હતી. વિજાપુર ખેરાલુ અને સતલાસણા તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઇ છે, પરંતુ ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેડૂતો ખૂલ્લા બજારમાં જ પોતાની મગફળી વેચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...