તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:મહેસાણા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પરિવારવાદ, 42 બેઠકોમાંથી કોંગ્રેસના 22 ઉમેદવારોના નામ જાહેર કરાયાં

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુકરવાડા બેઠકથી વિજેતા ભગવતીબેન પટેલના પતિ ભરતભાઇને ટિકિટ, વિજાપુર ઓજી પરથી વિજેતા હિતેન્દ્રસિંહ પરમારના પત્ની હીનાબેનને ટિકિટ આપી
 • સૂરજ બેઠક પરથી ગત ટર્મના વિજેતા ધરમસિંહભાઇ દેસાઇના પત્ની કમુબેનને ટિકિટ, ગોઠવા બેઠક પર કન્ફર્મ થયેલા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કપાયા

કોંગ્રેસે મહેસાણા જિલ્લા પંચાયતની યાદી જાહેર કરવાનું ટાળ્યું હતું. જેને લઇ 42 બેઠકો પર 82 ફોર્મ ભરાયા હતા. જો કે, કોંગ્રેસે જિલ્લા પંચાયતની યાદી જાહેર ન કરતાં 22 ઉમેદવારોની યાદી તપાસ કરીને સમાવેશ કરાયો છે. જેમાં લાડોલ પરથી હર્ષદકુમાર અરવિંદભાઇ પટેલ, રાંતેજથી રણુભા અમરસંગ ઝાલાને રિપિટ કરાયા છે. ગત ચૂંટણીમાં કુકરવાડા બેઠકથી વિજેતા ભગવતીબેન પટેલના પતિ ભરતભાઇને ટિકિટ અપાઇ છે.

વિજાપુર ઓજી પરથી ગત ચૂંટણીમાં વિજેતા હિતેન્દ્રસિંહ પરમારના પત્ની હીનાબેન અને સૂરજ બેઠક પરથી ગત ચૂંટણીમાં વિજેતા બનેલા ધરમસિંહભાઇ દેસાઇના પત્ની કમુબેનએ ઉમેદવારી નોંધાવી છે. વિસનગરની ગોઠવા બેઠક પર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીલાબેન પટેલને ટિકિટ આપવા પક્ષે નિર્ણય લીધો હતો અને તેમણે ફોર્મ ભરવા સહિતની તમામ તૈયારી પણ કરી હતી. પરંતુ ઠાકોર જ્ઞાતિના વધુ મત ધરાવતી આ બેઠક પર છેલ્લી ઘડીએ ગોઠવાના દશરથજી ઠાકોરને મેન્ડેટ આપ્યો હતો.

મહેસાણા જિલ્લા પંચાયતના ઉમેદવાર
આંબલિયાસણ-2 લીલાબેન ઇશ્વરજી ડાભી
બલોલ-3 ચૌધરી શીતલબેન વેલજીભાઇ
દેદિયાસણ-11 વીણાબેન ભરતજી ઠાકોર
ગોઝારીયા-13 રમેશજી પ્રહલાદજી ઠાકોર
જોટાણા-14 પ્રભાતજી કલ્યાણજી સોલંકી
કહોડા-16 શાન્તાબેન રામાભાઇ પટેલ
કૈયલ-17 ગીતાબેન મહેશભાઈ સોલંકી
કામલી-18 રીતુકુંવરબા વીરસિંહ વાઘેલા
ખરોડ-20 રાજુબેન રમણજી ઠાકોર
ખેરવા-21 બબીબેન સેધાભાઇ ચૌધરી
કુકરવાડા-22 ભરતકુમાર શંકરલાલ પટેલ
લાડોલ-23 હર્ષદકુમાર અરવિંદભાઇ પટેલ
લાંઘણજ-24 બિજલભાઇ પ્રકાશભાઇ પટેલ
લીંચ-25 ઠાકોર આનંદકુમાર અમૃતજી
નંદાસણ-28 તુષારકુમાર પરસોત્તમભાઇ પટેલ
પાંચોટ-30 મુકેશભાઇ અમૃતભાઇ પટેલ
રાજપુર-31 અમરતજી બબાજી ઠાકોર
રાંતેજ-32 રણુભા અમરસંગ ઝાલા
સીપોર-36 જગતસિંહ ભુપતજી ઠાકોર
સુરજ-39 કમુબેન ધરમસિંહભાઇ દેસાઇ
થોળ-40 વર્ષાબેન રમેશજી ઠાકોર
વિજાપુર ઓજી-42 હીનાબેન હીતેન્દ્રસિંહ પરમાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો