તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણાં જિલ્લામાં કોરોના સંક્રમણ નહિવત, આજે માત્ર બે કેસ નોંધાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 27 દર્દીએ કોરોનાને માત આપી

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવનો ગ્રાફ ઘટ્યો છે તેમજ દર્દીઓના ડિસ્ચાર્જનો ગ્રાફ વધ્યો છે. આજે જિલ્લામાં માત્ર બે જ કેસ સામે આવતા લોકોને પણ રાહત થઈ છે. જ્યારે આજે 27 દર્દી ડિસ્ચાર્જ થયાં છે.

જિલ્લામાં આજે કડી શહેરમાથી અને વિસનગરમાંથી એક-એક કેસ સામે આવ્યો છે. જ્યારે આજે 27 દર્દી ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસની સંખ્યાં ઘટીને 350 પર છે. જિલ્લામાં આજે 800 સેમ્પલનું રિજલ્ટ આવ્યું છે. જેમાં 799 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 01 સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું, જ્યારે ખાનગી લેબમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. તો આજે જિલ્લામાં નવા 357 સેમ્પલ લવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...