તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ ઘટ્યું:મહેસાણા જિલ્લામાં આજે માત્ર 5 કોરોનાના કેસ નોંધાયા, 76 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 7 તાલુકાઓમાં ઝીરો કેસ
  • આજે માત્ર કડી, મહેસાણા,વિજાપુરમાં કેસ નોંધાયા

જિલ્લા માં આજે 793 સેમ્પલ નું રિજલ્ટ આવ્યું જેમાં 790 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા અને 3 સેમ્પલ પોઝિટિવ આવ્યા તેમજ અન્ય લેબ માં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આજે જિલ્લા માં નવા 736 સેમ્પલ લવામાં આવ્યા છે. આજે 76 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 711 એક્ટીવ કેસ રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેને લઇને તંત્રએ રાહતનો શ્વાસ લીધા છે છેલ્લા એક અઠવાડિયાથી મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો ગ્રાફ ઘટ્યો છે, તેમજ દર્દીઓના ડિસ્ચાર્જનો ગ્રાફ વધ્યો છે. આજે બેચરાજી ગામમાં 0 કેસ, જોટાણા 0, કડી શહેરમાં 2 અને ખેરાલુમાં 0, મહેસાણા સહેરમાં 1 અને ગ્રામ્યમાં 1, સતલાસણામા 0, ઊંઝા 0 , વડનગર 0 , વિજાપુરમાં 1 અને વિસનગર 0 આમ જિલ્લામાં કુલ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં આજે માત્ર 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો નહિવત જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...