ભાવ ઓછો પડ્યો:મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માત્ર 1500 ખેડૂતોએ નોંધણી કરાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બજારમાં વધુ ભાવ મળતા ખેડૂતો નોંધણી કરવાનું ટાળ્યું

મહેસાણા જિલ્લામાં ખેડૂતોને મગફળી મબલખ મોલનો ઉતારો લીધો છે. ત્યારે બજારોમાં પણ મગફળીના ભાવ ઊંચા મળી રહ્યા છે. જેના પગલે ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેચવાની નોંધણીમાં નિરાશા દાખવી છે. ચાલુ માસ સુધીમાં 1500 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી છે.

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષમાં સરકારને ટેકાના ભાવ મગફળી વેચવામાં મહેસાણા જિલ્લાના ખેડૂતોએ નિરાશા વ્યક્ત કરી છે. આગામી 9 નવેમ્બરથી જિલ્લાના ખેરાલુ, સતલાસણા, વિજાપુર, માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવનાર છે. હાલમાં 31 ઓક્ટોબર સુધી જે ખેડૂતો તેના મગફળીને અન્ન અને નાગરિક પુરવઠા નિગમને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે નોંધણી કરાવવાની રહેશે.

આજ સુધીમાં માત્ર 1500 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં હાલમાં બજારમાં ખૂબ ઊંચા ભાવ મગફળીના મળી રહ્યા છે. ત્યારે આશરે 1200થી વધુ એકમણ મગફળીના ભાવ મળતા હોવાથી નોંધણી કરાવનાર ખેડૂતો પણ બજારમાં મગફળીનો માલ વેચીને રોકડી રડી લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...