તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં 116 કેસ:મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં 6 વૃદ્ધોનાં કોરોનામાં મોત,30 દર્દીઓ વધ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણમાં 31, બનાસકાંઠામાં 37, સાબરકાંઠામાં 17, અરવલ્લીમાં 1 કેસ
 • મહેસાણા-10, વિસનગર-8, ઊંઝા-7, વિજાપુર-2, કડી-બહુચરાજી-ખેરાલુમાં 1-1 કેસ

સોમવારે જિલ્લામાં એકસાથે 6 વૃદ્ધોનાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં મહેસાણાના દેદિયાસણના 96 વર્ષના હિરજીભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સોમવારે તેમનું મોત થયું હતું. જ્યારે વિસનગરના કાંસા ગામના 75 વર્ષીય હીરાબેન પટેલ, માણસાના અમરપુરા-ખટાણા ગામનાં 72 વર્ષીય સોનીબેન ચૌધરી, વિસનગરના ધામણવા ગામના 75 વર્ષીય અમરતભાઇ સોની, મહેસાણાના સાલડીના 60 વર્ષીય જશુમતીબેન પટેલનું મૃત્યુ થયું હતું. જ્યારે નવા 30 દર્દી સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં 10, વિસનગર-8, ઊંઝા-7, વિજાપુર-2, કડી, બહુચરાજી અને ખેરાલુમાં 1-1નો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને આઇસોલેટ કરી સંપર્કમાં આવેલા 920થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરાઇ છે. સોમવારે 553 લોકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. જ્યારે 13 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ છે. હજુ 594 દર્દી સારવાર લઇ રહ્યા છે.

સોમવારે નોંધાયેલા કોરોના સંક્રમિતો
મહેસાણા
: ટીબી રોડ (પુ)
મોઢેરા રોડ (25)(પુરૂષ)
વિસનગર રોડ (26)(મહિલા)
વિસનગર રોડ (63)(પુરૂષ)
રાધનપુર રોડ (43)(પુરૂષ)
ગોઝારિયા (66)(પુરુષ)
ગોઝારિયા (5)(મહિલા)
દેદિયાસણ (39)(પુરૂષ)
માંકણજ (60)(પુરૂષ)
મરતોલી (54)(પુરુષ)

વિસનગર : (46)(મહિલા)
મહેસાણા રોડ (52)(પુરૂષ)
વિસનગર (21)(પુરૂષ)
વિસનગર (55)(પુરુષ)
વિસનગર (58)(પુરૂષ)
કાંસા (75)(પુરૂષ)
કાંસા (34)(પુરૂષ)
થલોટા (81)(પુરૂષ)

ઊંઝા : ઊંઝા (61)(પુરુષ)
દુધલીની દેશ (49)(પુરૂષ)
ઊંઝા (27)(પુરૂષ)
બ્રાહ્મણવાડા (50)(મહિલા)
ઉનાવા (45)(પુરૂષ)
ઉનાવા (33)(પુરૂષ)
અમૂઢ (40)(પુરૂષ)

વિજાપુર : જેપુર (72)(પુરુષ)
રણાસણ (55)(પુરૂષ)

ખેરાલુ : ડભોડા (56)(મ)

બહુચરાજી : બેચર (70)(મ)

કડી : દેત્રોજ રોડ (65)(મ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો